છેલ્લા કેટલાક સમયથી મોટાભાગની દરેક વ્યક્તિ સોશિયલ મીડિયાના ‘સાગર’માં હિલોળે ચઢી છે. સોશ્યલ મીડિયાથી અનેક લોકોની જીંદગી બરબાદ થઇ ચુકી છે મોડાસા શહેરમાં પરણિત યુવતીને પ્રેમ કરવો ભારે પડ્યો છે પરણિતાને પ્રેમી યુવક વારંવાર મળવા બોલાવતા પરણિતા તંગ આવી જતા યુવક સાથે પ્રેમ સબંધ પર પૂર્ણ વિરામ મૂકી દેતા સનકી પ્રેમી મહિલાના મોબાઈલ પર વિડીયો કોલ કરી હેરાન કરતા મહિલાના પતિએ ફોન કરતા તેમને બિભસ્ત ગાળો બોલી પરણિતા અને તેના પતિને જાન થી મારી નાખવાની ધમકી આપતા પ્રેમીના અસહ્ય બનેલા ત્રાસથી મુક્તિ મેળવવા ટાઉન પોલીસે ફરિયાદ નોંધાવી હતી
મોડાસા શહેરની પ્રખ્યાત એવન ઝેરોક્ષમાં રહેતા વિવેક અશોક કડિયા નામના યુવક સાથે શહેરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી બે બાળકોની માતા એવી પરણિતાને પ્રેમ થઇ જતા બંને વચ્ચે એક વર્ષ સુધી પ્રેમ સબંધ રહ્યો હતો પ્રેમી યુવક પરણિતા પ્રેમિકાને સતત મળવા માટે બોલાવતો હોવાથી મહિલા યુવકથી ત્રાહિમામ પોકારી ઉઠતા મહિલાએ પ્રેમ સબંધનો અંત લાવી દેતા સનકી પ્રેમી વિવેકે અજાણ્યા નંબરથી મહિલાને વિડીયો કોલ કરી પજવણી કરતાં મહિલાના પતિએ અજાણ્યા નંબર પર વોટ્સઅપ કોલ કરતા તારી પત્નીને મારે લઇ જવાની છે અને બેફામ ગાળો બોલી જાન થી મારી નાખવાની ધમકી આપ્યા બાદ યુવકે ફરીથી અન્ય નંબર પર કોલ કરી અન્ય યુવકો ના નામ બોલી સાર્વજનિક હોસ્પિટલની ગલીમાં મળવા આવનું સતત દબાણ કરવા છતાં પ્રેમી સુધરી જશે તેવું માની લીધું હતું તેમ છતાં સનકી પ્રેમી સતત વોટ્સએપ્પ પર મેસેજ કરી અને વિડીયો કોલ કરી મળવા દબાણ કરી તેને અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાથી મહિલાની જીંદગી બદતર કરી નાખતા મહિલાએ આખરે પોલીસ શરણ લીધું હતું
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પરણિત યુવતીએ મોડાસા શહેરના વિવેક અશોક ભાઈ કડિયા નામના યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો