અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા દોડાદોડી કરી રહી છે ટીંટોઈ પોલીસે અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ઢોર ચોરીમાં 7 પોલીસ સ્ટેશનની પોલીસને હંફાવતા પશુ ચોરને તેના ઘરેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો જીલ્લા પેરોલ ફર્લો ટીમે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા-ફરતા રાજસ્થાનના ચોરને ઉંડવા સરહદ પરથી દબોચી લઇ મેઘરજ પોલીસને સોંપી દીધો હતો
ટીંટોઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કોમલ રાઠોડ અને તેમની ટીમને અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પશુ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ કુખ્યાત આરોપી સમીર સાબિર મુલતાની મોડાસા શહેરના ચાંદટેકરી વિસ્તારમાં તેના ઘરે હોવાની બાતમી મળતા તાબડતોડ કુખ્યાત ઢોર ચોરના ઘરે ત્રાટકી ઘરને કોર્ડન કરી ઉંઘતો ઝડપી પાડતા મોતિયા મરી ગયા હતા ટીંટોઈ પોલીસે સાબિર મુલતાનીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો ટીમે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવા પેટ્રોલિંગ હાથધરતા મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 મહિના અગાઉ થયેલી ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપનાર રાજસ્થાન સીમલવાડાના ઉપલા રાસ્તાનો આરોપી દિનેશ ખાતરા ખરાડી મેઘરજ ઉંડવા બોર્ડર નજીક વાહનમાં પસાર થવાનો હોવાની બાતમી મળતા પોલીસ સરહદ વિસ્તારમાં વોચ ગોઠવી બાતમી આધારીત વાહનમાંથી ઉતરી રોડ પર બિંદાસ્ત ચાલતા પસાર થતા દિનેશ ખરાડી નામના ઘરફોડ ચોરને કોર્ડન કરી ઝડપી લઇ અટક કરી મેઘરજ પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી