અરવલ્લી જિલ્લાના મોડાસા કોર્ટ ખાતે બાર રૂમમાં કાયદાના વિષય પર લીગલ ક્વીઝ યોજવામાં આવી હતી. આ ક્વીઝનું આયોજન અરવલ્લી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ચેરમેન એચ.સી.વોરાની અઘ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું, મોડાસા તાલુકા તાલુકા કાનુની સેવા સમિતીના સહયોગથી કાયદાના વિષય પરત્વેની લીગલ કવીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોડાસા કોર્ટ ખાતે આયોજિત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં અન્ય જજ, સ્પર્ધકો તથા વકીલોએ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ઘા અંતર્ગત ગુજરાત બાર કાઉન્સિલના પુર્વ ચેરમેન અને સભ્ય એચ.એસ.પટેલ સાહેબે ઉપયોગીઅને મહત્વનું માર્ગદર્શન આપેલ. અને અરવલ્લી જિલ્લા બાર એસોસીએશનના પ્રમુખ એલ.પી.ભરવાડનાઓએ આભાર વિધી કરેલ. આ લીગલ કવીઝ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે વી.એમ.પટેલ અને એન.પી. પટેલ નાઓએ ઈફેકટીવ ટીમના સ્પર્ધક ઘનશ્યામભાઈ ચૌધરીઅને કૌશિકભાઈ પટેલને વિજેતા જાહેર કરેલ. અને સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વકનું સંચાલનકે.સી.બારોટ દવારા કરવામાં આવેલ. આ કવીઝ સ્પર્ધા ખુબ જ રસપ્રદ હતી.