કોરોના સંક્રમણ હોય કે પછી કુદરતી કે માનવસર્જીત આફત લાયન્સ ક્લબ સમગ્ર વિશ્વમાં મદદ માટે હંમેશા અગ્રેસર હોય છે મોડાસા શહેર સહીત અરવલ્લીમાં સેવાકીય કાર્યો માટે હંમેશા અગ્રેસર રહેતી અને સમગ્ર ડીસ્ટ્રીકટમાં આગવું સ્થાન ધરાવતી મોડાસા લાયન્સ ક્લબના વર્ષ-૨૦૨૩-૨૦૨૪ ટીમનો શપથવિધિ કાર્યક્રમ લાયન્સ મંદીર મોડાસા ખાતે પાસ્ટ ડીસ્ટ્રીકટ ગવર્નર લાયન નરેન્દ્ર પટેલ,બી.ઝેડ ગ્રુપના ભુપેન્દ્રસિંહ ઝાલા અને લાયન્સ સોસાયટી પ્રમુખ ર્ડો.ટી.બી.પટેલની ઉપસ્થિતીમાં યોજાયો હતો જેમાં વર્ષ-૨૦૨૩ નવનિયુક્ત પ્રમુખ પ્રવીણભાઈ ચૌહાણ (નિવૃત્ત ટીડીઓ)ને પૂર્વ પ્રમુખે ગોલ્ડન પીન અર્પણ કરી હતી
લાયન્સ ક્લબ મોડાસાના મંત્રી તરીકે અરવિંદભાઈ પ્રણામી,ખજાનચી જીજ્ઞેશ પટેલ,ઉપપ્રમુખ તરીકે યુસુફભાઇ સુથાર,ર્ડો.મનીષ પટેલ,જય અમીન, ટેમર તરીકે ધ્રુમિલ પટેલ ટેઈલ ટ્વીસ્ટર તરીકે ખીલન પટેલે શપથ ગ્રહણ કર્યા હતા નવનિયુક્ત ટીમે “યસ વી કેન” સ્લોગન સાથે સેવાકીય કાર્યો માટે શહેર અને જીલ્લામાં અગ્રેસર રહેશેનું જણાવ્યું હતું
લાયન્સ ક્લબ મોડાસાની ટીમને કેબિનેટ સેક્રેટરી લાયન્સ અતુલ જોશી,રિજીયોન ચેરમેન બ્રિજેશ પટેલ, ઝોન ચેરમેન વસંત સોની, ડી.સી.એન્વાયરમેન્ટ પરેશ શાહ, કમલેશ પટેલ, ર્ડો.જીતેન્દ્ર પટેલ, ર્ડો.ટી.બી.પટેલ પરેશ શાહ,ર્ડો.જીજ્ઞેશ સુથાર, વીનોદ પટેલ,ગિરીશ પટેલ,ભાવેશ જયસ્વાલ, કનુ પટેલ,સુરેશ શાહ,મનુભાઈ પટેલ, રામભાઈ પટેલ,નવીનભાઈ રામાણી, ઇન્દ્રવદન બ્રહ્મભટ્ટ, પ્રવીણ પરમાર, જનક જોશી સહીત લાયન્સ ક્લબના સદસ્યોએ અભિનંદન પાઠવ્યા હતા