ક્રેટા કારની નંબર પ્લેટ અમદાવાદ પાસિંગ GJ01RZ8291ની બનાવટી બનાવી પોલીસની આંખમાં ધૂળ નાખવાનો નિષ્ફ્ળ પ્રયાસ
અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પરથી બુટલેગરો મોટા પ્રમાણમાં લકઝુરિયસ કાર મારફતે પાડોશી રાજ્યોમાંથી વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસે હાઇવે પરથી પસાર થતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી 1.09 લાખનો વિદેશી દારૂ ભરેલી ક્રેટા કારનો ફિલ્મીઢબે પીછો કરી નાપડા ગામ નજીક બિનવારસી હાલતમાં ઝડપી પાડી હતી બુટલેગર કારનું ટાયર ફાટી જતા રોડ પર મૂકી ઝાડી-ઝાંખરામાં ફરાર થઇ ગયો હતો
શામળાજી PSI વી.વી.પટેલ અને PSI વી.ડી.વાઘેલા અને તેમની ટીમે હાઇવે પર વાહનોનું ચેકીંગ હાથધરતાં શંકાસ્પદ ઝડપ સાથે રાજસ્થાન તરફથી આવતી ક્રેટા કારને અટકાવવાનો પ્રયત્ન કરતા બુટલેગરે કાર પુરઝડપે હંકારી મુકતા પોલીસે વિદેશી દારૂ ભરેલી કારનો પોલીસજીપમાં પીછો કરતા હાઇવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા ક્રેટા કાર નું ટાયર ફાટી જવા છતાં બુટલેગરે કાર હંકારે રાખી નાપડા ગામની નજીક હાઇવે પર મૂકી ખેતરમાં ફરાર થઇ જતા પોલીસે બિનવારસી ક્રેટા કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂના ક્વાંટરીયા અને બિયર નંગ-1152 કીં.રૂ.109728/- અને કાર મળી કુલ રૂ.7.09 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા