36 C
Ahmedabad
Wednesday, May 15, 2024

અરવલ્લી LCBએ અસાલની સ્કાય બ્લુ પેટ્રોકેમ નામની ફેક્ટરીમાંથી 1.08 લાખના બાયોડીઝલ સાથે એક આરોપીને દબોચ્યો, એક ફરાર


અરવલ્લીમાં ફરીથી બાયોડીઝલનો ગેરકાયદેસર વેપલો ફૂલોફાલ્યો

Advertisement

પેટ્રોલ-ડીઝલના ભાવમાં અસહ્ય વધારો થતા ગેરકાયદેસર બાયો ડીઝલનું વેચાણ કરતા માફિયાઓ સક્રીય થયા છે ડીઝલ કરતા બાયો ડીઝલના ૨૫ થી ૩૦ રૂપિયા ઓછા ભાવે મળતું હોવાથી બાયો ડીઝલનું વેચાણ વધ્યું છે ટ્રક ચાલકો ડીઝલના બદલે બાયો ડીઝલનો ઇંધણ તરીકે ઉપયોગ કરતા હોવાથી બાયો ડીઝલનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે ટ્રક ચાલકો તેમના ફાયદા માટે બાયો ડીઝલનું ઉપયોગ કરતા હોવાથી પ્રદુષણ વધતા પર્યાવરણ અને માનવ માટે હાનિકારક સાબિત થઇ રહ્યું છે

Advertisement

 

Advertisement

અરવલ્લી એલસીબી ટીમે નેશનલ હાઇવે.નં-8 પર ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના અસાલ ગામની સીમમાં આવેલ સ્કાય બ્લુ પેટ્રોકેમ એલ.એલ.પી નામની ફેકટરીના કંપાઉન્ડમાં ટેંકર પાર્ક કરી બાયોડીઝલનું વેચાણ કરતા રવી કીર્તિકુમાર પ્રજાપતિની ધરપકડ કરી 1.08 લાખનું ગેરકાયદેસર બાયોડીઝલ તેમજ બાયોડીઝલ ભરેલ ટેન્કર સહીત 6.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે અસાલ ગામની સીમમાં આવેલ સ્કાય બ્લ્યુ પેટ્રોકેમ એલ.એલ.પી નામની ફેકટરીમાં ખુલ્લેઆમ ગેરકાયદેસર બાયોડીઝલનો વેપલો થતો હોવાની બાતમી મળતા તાબડતોડ બાતમી સ્થળે ત્રાટકી ટેન્કરમાં ભરેલ 1.08 લાખનો 1350 લીટર બાયોડીઝલ અને ટેંકર જપ્ત કરી ફેક્ટરીમાં રહેતા રવિ કીર્તિ પ્રજાપતિ (રહે,સિંગા તા-ઇડર, જી-સાબરકાંઠા) ને દબોચી લઇ બાયોડીઝલના ગેરકાયદેસર વેપલામાં સંડોવાયેલ અમિતકુમાર જ્યંતીલાલ પટેલ (રહે.વિજાપુર જી.મહેસાણા) સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!