અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઇ ગામે દર વર્ષની જેમ આ વર્ષે ટીંટોઇ જનરલ વેપારી એસોસિએશન ૨૨ મી વાર્ષિક જનરલ મિટિંગ નું આયોજન રવિવારના દિવસે બ્રાહ્મણ સમાજની વાડીમાં કરવામાં આવ્યું હતું.
ટીંટોઇ જનરલ વેપારી એસોસિએશનની મિટિંગ પટેલ વિઠ્ઠલભાઈ ની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી ટીંટોઇ જિલ્લા પંચાયત સીટના સદસ્ય ખરાડી વિણાબેનના પતિ નિવૃત ડી.એફ.ઓ.ખરાડી રામજીભાઈ તેમજ ટીંટોઇ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કિરણભાઈ.આર.દરજી ટીંટોઇ વેપારી એસોસિયેશનની મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.
ટીંટોઇ વેપારી એસોસિયેશન પ્રમુખશ્રી ગીરીશભાઈ સોની, ઉપપ્રમુખ ભરતભાઈ ભાટીયા, મંત્રીશ્રી કેતનભાઈ પંચાલ, ખજાનજી કલ્પેશભાઈ વોરા કારોબારી સભ્યશ્રી કૌશિકભાઈ સોની, ઈશ્વરભાઈ ઠક્કર,મહેશભાઈ પંચાલ, નરેન્દ્રસિંહ ગાંધી, ઋત્વિકભાઈ સોની,કાદરભાઈ ડમરી, અશોકભાઈ ભાટીયા, પ્રમુખશ્રી દ્વારા મહેમાનોનું સાલ ઓઢાડી, ફૂલછડીથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ તાજેતરમાં યોજાયેલ જનતા શરાફી મંડળની ચૂંટણીમાં વેપારી એવા કડિયા અરવિંદભાઈનો જંગી બહુમતીથી વિજય થતા તેમનું સ્વાગત ટીંટોઇ વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું.
જયારે મીંટીંગ દરિમયાન વેપારી ને લગતી ચર્ચાઓ, ટ્રાફિક લગતી ચર્ચાઓ તેમજ આગામી દિવસોમાં એક દિવસનો પ્રવાસ અંબાજી, માઉન્ટઆબુ નું આયોજન વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. ટીંટોઇ વેપારી એસોસિયાએશન દ્વારા ભોજન સમારંભનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું.