33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ટીંટોઈમાં વોટ્સઅપમાં વરલી-મટકાનો જુગાર રમાડતા બે શકુનિઓને પોલીસે ઝડપ્યા,બે આરોપીઓની...

અરવલ્લી : ટીંટોઈમાં વોટ્સઅપમાં વરલી-મટકાનો જુગાર રમાડતા બે શકુનિઓને પોલીસે ઝડપ્યા,બે આરોપીઓની સંડોવણી બહાર આવી

0
275

 

અરવલ્લી જીલ્લામાં વરલી- મટકાનો અને પાના-પત્તાનો જુગારની બદી ધીરે ધીરે ફૂલી ફાલી છે વરલી-મટકાનો જુગાર રમાડતા અને રમતા ખેલીઓ હાઈટેક બન્યા છે વોટ્સઅપના માધ્યમથી વરલી-મટકાનો જુગાર રમી-રમાડી અનેક યુવાનો અને લોકોને બરબાદીના ગર્તામાં ધકેલી રહ્યા છે ટીંટોઈ પોલીસે ઘાંચીવાડા વિસ્તારમાં જુમા મસ્જિદ પાસે દુકાન આગળ વરલી-મટકાનો મોબાઈલમાં જુગાર રમાડતા બે ખેલીઓને ઝડપી લીધા હતા વોટ્સઅપ પર જુગાર રમાડવામાં સામેલ બે શકુનિઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

ટીંટોઈ પીએસઆઈ દરજી અને તેમની ટીમને ઘાંચીવાડા વિસ્તારમાં આવેલી જુમા મસ્જિદ આગળ દુકાન પાસે બે શખ્સો મોબાઈલ માં વોટ્સઅપ એપ્લિકેશન મારફતે વરલી-મટકાના હારજીતનો આંક ફેરનો જુગાર રમાડતા હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી સ્થળ પર ત્રાટકી ઇસ્માઇલ અહેમદ બાકરોલીયા અને મોહમદ રફીક ઉર્ફે રઈસ જમાલ આદમ નામના બે શકુનિઓને દબોચી લઇ વોટ્સઅપ ચેટિંગથી હારજીતનો જુગાર રમાડતા ઝડપી પાડી તેમની પાસેથી રૂ.1250/- અને અલગ-અલગ કંપનીના 5 મોબાઈલ મળી રૂ.26250/- નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વરલી મટકાના હિસાબની લેવડ-દેવડમાં સંડોવાયેલ ગણેશ ઉર્ફે મહારાજ (રહે,મેઘરજ) અને ઈલિયાસ હબીબ મોડાસીયા (રહે,ટીંટોઈ) વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!