સમગ્ર રાજ્યમાં નગરપાલિકા અને મહાનગર પાલિકાની નગરસેવકની ખાલી પડેલી બેઠકો માટે ૬ જુલાઈએ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી મોડાસા નગરપાલિકામાં વોર્ડ.નં-7માં AMIM વિજેતા ઉમેદવારે અગમ્ય કારણોસર રાજીનામુ ધરી દેતા વોર્ડ.નં-7 માં એક બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં AMIMએ બેઠક જાળવી રાખવા અને કોંગ્રેસે બેઠક પર જીત મેળવી વિપક્ષ પદ મેળવવા એડીચોટીનું જોર લગાવી દીધું હતું જેમાં કોંગ્રેસના ઉમેદવાર મૈયુદ્દીન અહેમદભાઈ મલેકનો 65 મતે ભવ્ય વિજય થતા કોંગ્રેસ વિજયોત્સવ મનાવ્યો હતો
મોડાસા નગરપાલિકામાં 19 બેઠકો સાથે સત્તા ભોગવી રહ્યું છે જયારે 9 બેઠક સાથે AMIM પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી અને કોંગ્રેસ પાસે 8 બેઠક હોવાથી AMIMએ વિરોધ પદ મેળવ્યું હતું જોકે AMIMના વોર્ડ નં-7 ના કોર્પોરેટરે અગમ્ય કારણોસર રાજીનામુ આપતા પેટા ચૂંટણી જાહેર થતા ભાજપ, AMIM, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહીત 7 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં જંપલાવ્યું હતું ભાજપએ કોંગ્રેસને વિપક્ષ પદ ન મળે અને AMIM પાસે જળવાઈ રહે તે માટે ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો હોવાનો અને તેનું નુકસાન AMIMને ભોગવવું પડ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે વોર્ડ.નં-7 ની બેઠક માટે કોંગ્રેસ અને AMIM વચ્ચે કાંટે કી ટક્કરમાં કોંગ્રેસના ઉમેદવારનો 65 મતે ભવ્ય વિજય થયો હતો ભાજપ અને આમ આદમી પાર્ટીનો રકાસ થયો હતો
કોંગ્રેસે AMIM પાસેથી બેઠક આંચકી લેતા કોંગ્રેસ પાસે 9 કોર્પોરેટર અને મીમના કોર્પોરેટરની સંખ્યા 8 થતા ભાજપ શાસિત મોડાસા નગરપાલિકામાં વિરોધ પક્ષ તરીકે અઢી વર્ષ પછી ઘર વાપસી થઇ હતી જોકે કોંગ્રેસ મોડાસા નગરપાલિકામાં સત્તા મેળવવા છેલ્લી 5 ટર્મથી વામણી સાબિત થઇ રહી છે ચૂંટાયેલ કોંગી ઉમેદવારે મતદારોનો આભાર માન્યો હતો અને વોર્ડ નં 7ના વિકાસને લાગતા પ્રશ્નો ઉકેલવાની ખાત્રી આપી હતી.