આર્ટસ કોલેજ શામળાજીમાં મહિલા આયોગ અને શામળાજી કોલેજ (સમાજશાસ્ત્ર વિભાગ)ના સંયુક્ત ઉપક્રમે નારી વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન માંથી ચૌધરી ચેતનાબેન અને મકવાણા ભાવનાબેન ઉપસ્થિત રહ્યા હતા જેમણે 181 એ અભયમ મહિલા હેલ્પલાઇન કઈ રીતના ઉપયોગી બને છે એના વિશેની માહિતી આપી હતી. પ્રેમીલાબેન ખરાડી અને નીરૂબેન પ્રણામી પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરમાંથી ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ આ સેન્ટર ઘરેલુ હિંસા કે મહિલાઓને થતી કોઈપણ જાતની સતામણીમાં કેવી રીતે મદદ કરે છે તેનાથી અવગત કરાવ્યા હતા. તો સખીવન સ્ટોપ સેન્ટર માંથી જાડેજા વિક્રમભાઈ સખીવન સ્ટોપ સેન્ટર પુરા ભારત દેશમાં અસહાય વ્યક્તિઓને મદદરૂપ થઈને એમનું પુનઃસ્થાપન કરે છે જેને એક હૃદય દ્રાવક કિસ્સો રજૂ કરીને માહિતી આપી હતી. આ તબકકે મહિલાઓના જાતીય શોષણ સંબંધી ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી જેનાથી મહિલાઓમાં પોતાના રક્ષણ અંગે જાગૃતિ કેળવાય સમગ્ર કાર્યક્રમનું આયોજન વિમેન સેલના શ્રેયાન ડો વર્ષાબેન પટેલ અને સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. એન.જે.રેંટિયાએ પ્રિન્સિપાલ શ્રી ડૉ. એ.કે પટેલના માર્ગદર્શન હેઠળ કરેલ હતું. કાર્યક્રમનું સંચાલન ડૉ. જાગૃતિ પટેલ અને આભાર વિધિ ડૉ કલ્પના પટેલ દ્વારા કરવામાં આવી હતી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો