મોડાસા-ઇસરી બસના ડ્રાઇવરને સમયસર સારવાર મળી જતા આબાદ બચાવ થયો હતો
Advertisement
ગુજરાત રાજ્યમાં એસટી બસમાં ફરજ બજાવતા ડ્રાઇવર ચાલુ બસે હૃદયરોગ નો હુમલો આવવાની અને ચાલુ ડ્રાઈવિંગે તબિયત લથડી હોવાના અનેક કિસ્સા બહાર આવ્યા છે બસ ડ્રાઈવરો અંતિમક્ષણ સુધી મુસાફરોની જીંદગી જોખમાઈ નહીં તેનું ધ્યાન રાખતા હોય છે ત્યારે અરવલ્લી જીલ્લાના મોડાસા ડેપોની ઇસરી બસના ડ્રાઇવરને દધાલિયા નજીક ખેંચ આવતા બસ રોડ સાઈડ કરી ઉભી રાખી ઢળી પડતા બસમાં મુસાફરી કરતા મુસાફરોએ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થ ખસેડી દીધો હતો બસમાં મુસાફરી કરતા 22 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થતા ડ્રાઇવરની હિંમતની સરાહના કરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર,મોડાસા થી ઇસરી રાત્રી બસ 22 જેટલા મુસાફરો સાથે ઇસરી જવા ડ્રાઇવર-કંડકટર રવાના થયા હતા બસ દધાલિયા ગામ નજીક પહોંચતા અચાનક ડ્રાઇવરની તબિયત લથડતા ખેંચ આવી જતા ડ્રાઇવરે સમય સુચકતા વાપરી બસને રોડ સાઈડ ઉભી રાખી દીધી હતી બસમાં મુસાફરી કરતા મુસાફરો અને કંડકટર ડ્રાઇવરની સ્થિતિ જોઈ ગભરાઈ ગયા હતા અને તાબડતોડ મુસાફરોએ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે ડ્રાયવરને સારવાર અર્થે મોડાસા હોસ્પિટલમાં ખસેડ્યા હતા.બસમાં સવાર 22 મુસાફરોનો આબાદ બચાવ થતા મુસાફરો અને સ્થળ પર દોડી આવેલા લોકો હાશકારો અનુભવ્યો હતો