સાબરકાંઠા – અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા – મેઘરજ તાલુકામાં વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ધામધૂમ પૂર્વક ઉલ્લાસભેર ઉજવણી અને રેલીનો કાર્યક્રમ યોજાયો હતો.રેલીમાં હજ્જારો લોકો સ્વયંભુ રીતે જોડાયા હતા.જય જોહાર, જય આદિવાસી, આદિવાસી એકતા જીંદાબાદના ગગનભેદી નારાઓ ગુંજતા હતા.ભિલોડા – શામળાજી – ઈડર ધોરીમાર્ગ પર ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો.ડી.જે. ના તાલે આનંદ ઉલ્લાસભેર રેલીનો કાર્યક્રમ યોજાયો હતો.વિશ્વ આદિવાસી દિનની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઠેર-ઠેર ગોઠવાયો હતો.
અરવલ્લી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર કે. પારધીએ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને લેખિત પત્ર પાઠવ્યો હતો. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજના વર્ષો જુના પડતર પ્રશ્નો અને માંગણીઓ સત્વરે નિરાકરણ લાવવા બાબતે લેખિત પત્રમાં જણાવ્યું કે, આદિવાસી સમાજના રાજકીય અને સામાજીક સંગઠનોના પ્રતિનિધિઓએ અવાર – નવાર રજૂઆત કરી છે પરંતુ અત્રે ઉલ્લેખનિય છે કે, કોઈ પણ પ્રકાર નું નિરાકરણ આવતું નથી, આપની ડબલ એન્જીનની ભાજપ સરકાર આદિવાસી સમાજના સર્વાગી વિકાસની વાત કરે છે.આદિવાસી સમાજ નું સાચા અર્થે હિત ઈચ્છતા હોય તો નીચે મુજબના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ આવે તેવી સમગ્ર ગુજરાત રાજ્યના આદિવાસી સમાજની બુલંદ માંગ ઉદ્ધવી છે.
(૧) ખોટા આદિવાસી પ્રમાણપત્ર રદ કરો
(૨) વનવાસી વનબંધુ શબ્દ સરકારી રેકર્ડ પરથી દુર કરો
(૩) જંગલ ની જમીનના દાવા મંજુર કરો અને મંજુર થયેલા ને વહેલી તકે સનદ આપો
(૪) આદિજાતી વિસ્તારોમાં બનેલ ડેમનું પાણી આદિજાતી વિસ્તારોમાં આપો
(૫) આદિજાતી વિસ્તારોમાં સ્થાનિક કક્ષાએ રોજગારી આપો
(૬) એસ.સી.,એસ.ટી.,ઓ.બી.સી., વિધાર્થીઓને શિષ્ય વૃત્તિમાં વધારો આપો
(૭) વિશ્વ આદિવાસી દિન નિમિત્તે રજા જાહેર કરો
(૮) પૈસા એકટ્ અનુસુચિ ૫,૬ અને રુઠીચુસ્ત ગ્રામસભા નું અમલીકરણ કરો
(૯) આદિજાતી વિસ્તારોમાં સાયન્સ કોલેજ, મેડિકલ કોલેજ બનાવો
(૧૦) અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાનું વિભાજન કરીને શામળાજી ને તાલુકા મથકનો દરજ્જો જાહેર કરો
આદિવાસી સમાજના વિવિધ પડતર માંગણીઓ અને પ્રશ્નોનું હકારાત્મક રીતે વહેલી તકે નિવેડો લાવો તેવી બુલંદ બળવત્તર જલદ માંગ છે