ગુજરાત સહીત સમગ્ર દેશમાં અસલી સોનાની ચેઇન કે પછી સોનાની ઈંટના નામે નકલી સોનાની માળા પધરાવી લાખ્ખો રૂપિયાની છેતરપિંડી કરતી અનેક ગેંગો સક્રિય છે અરવલ્લી જીલ્લામાં પણ અસલી ના નામે નકલી સોના જેવી ચીજ્વસ્તુ પધરાવી અનેક લોકો સાથે છેતરપિંડી નો ભોગ બની ચુક્યા છે મહારાષ્ટ્રનો એક ગઠીયો બે કિલો સોનાની નકલી માળા લઇ શિકારની શોધમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફરતો એસઓજી પોલીસે દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના આગમન પછી જીલ્લા પોલીસે વાઇબ્રન્ટ બની હોય તેમ સતત વિદેશી દારૂની હેરાફેરી અને ગુન્હેગારો ને બાતમીના આધારે ઝડપી રહી છે જીલ્લા એસઓજી પોલીસે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક ગઠિયો બે કિલો નકલી સોનાની માળા સાથે શિકારની શોધમાં હોવાની બાતમી મળતા પોલીસે લિઓ પોલીસ ચોકી નજીક ઉભેલા રાહુલ હરીલાલ મારવાડી (રહે,લાખેશ્વરી વિસ્તાર,મીનાબેન બાબુ સલાટના ઘરે અને મૂળ, એરખેડા,નાગપુર-મહારાષ્ટ્ર) ને ઝડપી પાડી તેની પાસેથી પીળી ધાતુની નકલી સોના જેવી દેખાતી બે કિલોગ્રામની માળા કબ્જે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે એસઓજી પોલીસની સતર્કતાથી છેતરપિંડીના ગુન્હો બનતા અટકી ગયો હતો