29.7 C
Gujarat
Sunday, August 2, 2026
Home પીપલ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મોડાસા બીબીએ કોલેજમાં સ્વચ્છતા અભિયાન સાથે સપ્તાહનો પ્રારંભ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મોડાસા બીબીએ કોલેજમાં સ્વચ્છતા અભિયાન સાથે સપ્તાહનો પ્રારંભ

0
726

શ્રી મ. લા. ગાધી ઉચ્ચતર મંડળ મોડાસા સંચાલિત શ્રી બી. એચ. ગાંધી બી.બી.એ કોલેજ, મોડાસા તથા નેશનલ ગ્રીન કોપ્સ “ઇકો ક્લબ ગીર ફાઉન્ડેશન” ના સંયુક્ત ઉપક્રમે આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે વિદ્યાર્થીઓમાં દેશભક્તિ જાગૃત થાય તે માટે આચાર્ય સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓ દ્વારા વર્ગખંડ,બાલ્કની કાર્યાલય, ગ્રાઉન્ડની સાફ-સફાઈ કરી સ્વચ્છતા કરી સપ્તાહની શરૂઆત કરવામાં આવી સપ્તાહ દરમિયાન પોસ્ટર કોમ્પિટિશન, રંગોળી હરીફાઈ, દેશભક્તિના ગીતોની હરીફાઈ, નૃત્ય સ્પર્ધા, વૃક્ષારોપણ, રોપા વિતરણ જેવા કાર્યક્રમ યોજાનાર છે જેના ભાગરૂપે આજે તારીખ 9/8/2023 ને બુધવારના રોજ વિદ્યાર્થીઓને સ્વચ્છતા કરી સ્વચ્છતા ની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. દીપીકાબેન ઈસરાની તથા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું

મંડળના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ શાહ તથા માનદમંત્રી રમેશભાઈ પી શાહ દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપી માહિતગાર કર્યા હતા જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોલેજના આચાર્ય  ડો. તુષાર એમ. ભાવસાર તથા કોલેજ સ્ટાફે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે શ્રેષ્ઠ કામગીરી કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!