આર્ટ્સ કોલેજ, શામળાજી મુકામે “સપ્તધારા” પૈકીની ‘ગીત સંગીત નૃત્ય ધારા’, G-20 અને ડે સેલિબ્રેશન અંતર્ગત તા. ૯/૮/૨૦૨૩ને ‘વિશ્વ આદિવાસી દિવસ’ના રોજ એક ‘ટેલેન્ટ મોર્નિંગ ‘ કાર્યક્રમ કોલેજના પ્રિન્સીપાલ ડો અજય કે પટેલ ના માર્ગદર્શન હેઠળ યોજાઈ ગયો જેમાં શામળાજી પ્રદેશ કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ, બી.એડ.અને નર્સિંગ કોલેજોના ૮૦ વિદ્યાર્થીઓએ જોડાઈને કૃતિઓ જેવી કે ભજન, લોકગીત, ફિલ્મી ગીત, નૃત્ય, જોક્સ- મિમિક્રી, સ્પીચ, આદિવાસી નૃત્ય, મોર્યું, દેશભક્તિ ગીત, આદિવાસી ગીત વગેરે રજૂ કરી ત્રણેક કલાક સુધી કાર્યક્રમ, ગીત-સંગીત સાથે પ્રસ્તુત કરી સમગ્ર વાતાવરણ અદભુત બનાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સપ્તધારા ઇન્ચાર્જ ડો. સમીર આર. પટેલે કર્યું હતું. પ્રિન્સીપાલ ડો અજય પટેલ અને ટ્રસ્ટી દિલીપભાઇ કટારાએ વિદ્યાર્થીઓને સદર દિવસની ધામધૂમથી ઉજવણી કરવા પ્રોત્સાહન આપ્યું હતું વધુમાં ‘મેરી મિટ્ટી મેરા દેશ’ અંતર્ગત ટ્રસ્ટી અને પ્રિન્સીપાલને NSS અને NCC ના વિદ્યાર્થીઓ દ્વારા કળશ અપાયો હતો. તમામ કોલેજના સ્ટાફ ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા