ભિલોડાના જીંજોડી નજીક અકસ્માતમાં શામળાજીના યુવકનું મોત,અન્ય બે યુવકો ગંભીર,બજારો બંધ રાખી શ્રદ્ધાંજલિ અર્પી
મૃતક યુવક તેના કૌટુંબિક ભાઈ અને અન્ય મિત્ર સાથે વિજયનગરમાં વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં જોડાવા નીકળ્યો હતોને મોત ભેટ્યું
અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરી બેફામ ગતિએ વાહનો હંકારતા અકસ્માતની ઘટનાઓ સતત બની રહી છે ભિલોડાના જીંજોડી નજીક જીપની પાછળ બાઈક ધડાકાભેર અથડાતા બાઈક સવાર શામળાજીના યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અન્ય બે યુવકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અન્ય એક અકસ્માતમાં શામળપુર નજીક કાર ચાલકે બાઈક ને ટક્કર મારતા વિજયનગર નવાગામ ધનેલાના યુવકનું ઘટનાસ્થળે પ્રાણ પંખેરું ઉડી ગયું હતું ભિલોડા અને શામળાજી પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
શામળાજીમાં પાન પાર્લરની દુકાન ધરાવતો આશાસ્પદ યુવક સાગર મનોજભાઈ તબિયાડ તેના કૌટુંબિક ભાઈ યોગેશ અશોકભાઈ તબિયાડ અને તેના મિત્ર અજય કટારા સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની વિજયનગર ખાતે રેલીમાં જોડાવા બાઈક સાથે નીકળ્યા હતા
જીંજોડી ગામ નજીક જીપ પાછળ બાઈક ઘુસી જતા ત્રણે યુવકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સાગર તબિયાડનું મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ હતી અન્ય બે યુવકોની સ્થિતિ સ્થિર હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી શામળાજીના આશાસ્પદ યુવકનું મોત નિપજતા ભિલોડા પોલીસે મૃતક યુવકની લાશને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી શામળાજી બજારો સજ્જડ બંધ રાખી મૃતક યુવકને શ્રદ્ધાંજલિ અર્પી હતી
શામળાજી-ભિલોડા રોડ પર શામળાપુર નજીક વોક્સવેગન કારના ચાલકે બેફામ ડ્રાયવીંગ કરી યુવકને કચડી નાખતા સ્થળ પર મોત નીપજ્યું હતું સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના નવાગામ ધનોલા ના પિયુષભાઇ અશોકભાઈ કટારા નામનો યુવક કામકાજ અર્થે શામળપુર ગામ નજીક ઉભો હતો ત્યારે કાળ બની ધસી આવેલ વોક્સવેગન કારણ ચાલકે સામેથી ટક્કર મારતા યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સ્થળ પર કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું મૃતક પોલીસ સ્થળ પર પહોંચી લાશને પીએમ માટે ખસેડી અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી