સમગ્ર ભારત માં મારી માટી,મારો દેશ.માટીને નમન,વીરોને વંદન.દેશ માટે બલિદાન આપનાર વીરોને સમર્પિત અભિયાન મહોત્સવ ચાલી રહ્યો છે. તેમજ આઝાદીના ૭૫ વર્ષ થયા છે. તે અંતર્ગત આજ રોજ મોડાસા તાલુકાના બડોદરા ગામે ગામની અંદર શહીદોની શ્રદ્ધાંજલીરૂપે શહીદ સ્મારક બનાવી ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.ત્યારબાદ ગ્રામસભા યોજાઇ હતી.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બડોદરા ગામે ગ્રામજનો તેમજ અધિકારીઓની ઉપસ્થિ તીમાં ગામની અંદર બનાવવામાં આવેલ શહીદ સ્મારક. શણગારી ને પ્રથમ દિપ પ્રાગટય કરી ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.તેમજ ૭૫ વૃક્ષના રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.તેમજ પોલીસ જવાનો તેમજ આર્મી જવાનોનુ સન્માન કરી શહીદોને સલામી આપવામાં આવી હતી.અને સેલ્ફી લીધી હતી.ત્યારબાદ ધ્વજવંદન કરી રાષ્ટ્રગાનગાઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ ગામની અંદર ગ્રામસભાનુ આયોજન કરી ગામના પ્રશ્નો અંગે ચર્ચાવિચારણા કરી હતી..દિલ્હી ખાતે માટીનું કળશ મોકલવા સરપંચ ગ્રામજનો દ્વારા માટી ભરી મોકલવામાં આવ્યું.
ગામના સરપંચ ,સભ્યો,ડેરીના ચેરમેન ,આગેવાનો પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષક ગણ,આરોગ્ય વિભાગના ,આરોગ્ય સ્ટાફ,આંગણવાડી કાર્યકરો,ગ્રામ પંચાયતના સભ્યો તેમજ આ પ્રસંગે મોટી સંખ્યામા ગ્રામજનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.