26 C
Ahmedabad
Monday, December 4, 2023

અરવલ્લીમાં શામળાજી તાલુકાની અટકળો વચ્ચે ટિંટોઈને તાલુકો બનાવવાની માંગ ઉઠી


અરવલ્લી જિલ્લાનું વધુ વસ્તી ધરાવતા ટીંટોઇ ગામને તાલુકા મથક બનાવવા માટે ગ્રામજનોની વર્ષો જૂની માંગણીને સ્વીકારવા અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

Advertisement

ટીંટોઇ ગામ 12 હજારથી વધુ વસ્તી ધરાવે છે જેમાં નવીન પોલીસ સ્ટેશનમાં 62 ગામનો સમાવેશના સાથે માર્કેટ યાર્ડમાં 70 થી વધુ ગામના લોકો અનાજ લે વેચ કરવા આવે છે.ટીંટોઈ ગામમાં એસ.બી.આઇ તથા બી.ઓ.બી જેવી રાષ્ટ્રીય કૃત બેંકો આવેલી છે અને સાબરકાંઠા જિલ્લા વખતથી ટીંટોઇ જિલ્લા પંચાયત સીટ ની સાથે તાલુકા પંચાયતમાં ટીંટોઇ-૧ અને ટીંટોઈ -૨ તાલુકા સીટ ધરાવતું એકમાત્ર ગામ છે. ટીંટોઇ યુજીવીસીએલ પેટા વિભાગીય કચેરીમાં 52 જેટલા ગામનો સમાવેશ આવેલો છે તથા ટીંટોઇ થી માત્ર બે કિલોમીટર દૂર અમદાવાદ ઉદેપુર બ્રોડગેજ રેલ્વે લાઈનનું રેલ્વે સ્ટેશનનું પણ નિર્માણ કરવામાં આવ્યું ત્યારે ટિંટોઈ ગામમાં ઉપરોક્ત સુવિધાઓથી સજજ ગામને તાલુકા મથક બનાવવા માટે ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી માંગ કરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!