test
31 C
Ahmedabad
Wednesday, June 19, 2024

ઉર્જા કૌભાંડ EXCLUSIVE : મોડાસામાં ગેરહાજર 8 કર્મીઓને હાજર નહીં કરવાનો ઉચ્ચ કચેરીનો આદેશ,પોલીસે પકડેલ કર્મીઓ સસ્પેન્ડ


સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉર્જા કૌભાંડમાં સાબરકાંઠા,મહેસાણા સહીત અન્ય જીલ્લામાં ઝડપેલ વીજકર્મીઓને સસ્પેન્ડ કરી દીધાની ચર્ચા
મોડાસા વીજકચોરીમાં સુરત ક્રાઈમ બ્રાંન્ચની તપાસના ગણતરીના દિવસો પહેલા રજા પર ઉતરી ગયેલા 8 જેટલા કર્મીઓને નોકરી પર હાજર નહીં કરવાનો ઉચ્ચ કચેરીથી આદેશ થયો..!!
ઉર્જા કૌભાંડમાં સંડોવાયેલ કર્મીઓમાંથી બે કર્મીના સેશન કોર્ટ અને અન્ય કર્મીઓ હાઇકોર્ટમાં આગોતરા જામીન મળતા તરહ તરહની ચર્ચા
છેલ્લા 5 વર્ષમાં અરવલ્લી જીલ્લામાં પૈસાના જોરે વીજકચેરીમાં અનેક ગેરકાયદેસર રીતે નોકરી મેળવી હોવાનો ગણગણાટ

ગુજરાત રાજયની વીજ કંપની જેવી કે ડીજીવીસીએસ, એમજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ અને જીએસઇસીએલમાં વર્ષ 2020 અને 2021 માં વિદ્યુત સહાયકની ભરતીની ઓનલાઇન પરીક્ષામાં ગેરરિતી આચરી ઉમેદવારાનો પાસ કરાવવાના કૌભાંડમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અનેક કૌભાંડીઓની ધરપકડ કરી ચુકી છે સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરેલા વીજકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી મોડાસા UGVCL ડિવિઝનમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી તપાસ હાથધરી હતી જો કે 8 જેટલા કર્મીઓ રજા પર ઉતરી જતા વીલા મોઢે પરત ફરી હતી મોડાસા ડિવિઝનમાં ફરજમાં ગેરહાજર રહેનાર 8 કર્મીઓને ઉચ્ચ કચેરી દ્વારા સંલગ્ન અધિકારીને પરિપત્ર કરી ફરીથી હજાર કરવા નહીં કરવાનો આદેશ કરવામાં આવ્યો હોવાની જાણકારી આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે

Advertisement

શું છે સમગ્ર મામલો જે ચર્ચાને ચકડોરે ચઢ્યો છે વાંચો..!!
ગુજરાત રાજયની વીજ કંપની જેવી કે ડીજીવીસીએસ, એમજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ અને જીએસઇસીએલમાં વર્ષ 2020 અને 2021 માં વિદ્યુત સહાયકની ભરતીની ઓનલાઇન પરીક્ષામાં ગેરરિતી આચરી ઉમેદવારાનો પાસ કરાવવાના કૌભાંડમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અનેક કૌભાંડીઓની ધરપકડ કરી ચુકી છે અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં લાખ્ખો રૂપિયા ખર્ચી અનેક ઉમેદવારો વિદ્યુત સહાયક તરીકે ખોટી રીતે નોકરીએ લાગી ગયા હોવાની સતત ચર્ચા ચાલી રહી છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોડાસા UGVCL ટાઉન અને ગ્રામ્ય કચેરીમાં સોમવારે સાંજે 5 વાગ્યાના સુમારે પહોંચી હતી અને કેટલાક કર્મીઓ અંગે પૂછપરછ હાથધરી હતી જો કે પોલીસ તપાસની ગંધ આવી જતા કે પછી અગમ્ય કારણોસર રજા પર ઉતરી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે સતત ત્રીજા દિવસે પણ 10 જેટલા કર્મીઓ રજા પર રહેતા વીજ કચેરીમાં તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે

Advertisement

સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉર્જા કૌભાંડનો પર્દાફાશ કરી મોડાસાના નિવૃત્ત નાયબ ઈજનેર ઈશ્વર પ્રજાપતિની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા પછી 15 થી 20 લાખ રૂપિયા ખર્ચી દલાલ અને વચેટિયા મારફતે વીજ કચેરીમાં ગેરકાયદેસર નોકરી મેળવનાર કૌભાંડી કર્મીઓ અને તેમના પરિવારજનોની ઉંઘ હરામ થઇ ગઈ છે આ કૌભાંડમાં રાજકીય અગ્રણીઓના મોટા માથાઓની સંડોવણી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ઉર્જા કૌભાંડમાં તોડ કાંડના આરોપી યુવરાજસિંહ જાડેજાએ અરવલ્લી જીલ્લાના અનેક એજન્ટ અને વચોટિયાના નામ જાહેર કર્યા બાદ કૌભાંડમાં સંડોવાયેલ લોકોએ ઉર્જા કૌભાંડ પર પડદો પાડવા રાજકીય દબાણ અને પૈસાના જોરે ધમપછાડા કર્યા હતા ત્યારે ફરીથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ મોડાસા સહીત અરવલ્લી જીલ્લાની વીજ કચેરીમાં તપાસનો ધમધમાટ ચાલુ કરતા કૌભાંડીઓ ભૂગર્ભ ઉતરી ગયા હોવાની સાથે ધરપકડથી બચવા રાજકીય આકાઓનું શરણ લીધું હોવાનું અને નાણાંની કોથળી ઢીલી કરી દીધી છે ઉર્જા કૌભાંડમાં કેટલાક રાજકીય અગ્રણીઓના નાળા ઢીલા થઇ જાય તો નવાઈ નહીં…?? ની ચર્ચા ચારે કોર ચાલી રહી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!