ત્રિરંગા યાત્રાનું લઘુમતી સમાજે, AMIMના કોર્પોરેટરો,રથયાત્રા ઉત્સવ સમિતિ,કટલરી કરિયાણા એસો.એ ભવ્ય સ્વાગત કર્યું
Advertisement
મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડાસા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન મોડાસા હાઈસ્કૂલથી ચાર રસ્તા થઇ કોલેજ કેમ્પસ સુધી કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રાનું અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર,જીલ્લા કલેકટર પ્રશસ્તિ પારિક અને જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે ફ્લેગ ઓફ કરાવ્યું હતું જેમાં જીલ્લા વહીવટી તંત્ર, પોલીસતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ વિવિધ સંસ્થાઓ, સંગઠનો,સ્વયંમ સેવક,શહેરીજનો સહીત અનેક લોકો મોટી સંખ્યામાં રાષ્ટ્રધ્વજ લઇને જોડાયા હતા ત્રિરંગા યાત્રાના પગલે શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું.
મોડાસા શહેરમાં વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ ત્રિરંગા રેલીમાં ભારત માતાકી જયના નારા ગુંજી ઉઠ્યા હતા ત્રિરંગા યાત્રાનું ચાર રસ્તા સહીત અન્ય સ્થળે સ્વાગત કરવામાં આવ્યું હતું ત્રિરંગા યાત્રાને રોડ પર ઉભેલા લોકોએ ત્રિરંગા લહેરાવી સ્વાગત કરતા નજરે પડતા હતા શહેરમાં સ્વયંભૂ ત્રિરંગા યાત્રામાં લોકો જોડાયા હતા ત્રિરંગા યાત્રાનું મોડાસા કોલેજ કેમ્પસમાં સમાપન થયું હતું ત્યાર બાદ કોલેજના ભામાશા હોલમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીનો પુર્ણાહુતી કાર્યક્રમ યોજાયો હતો