33 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી : ગારૂડીમાં ફરીથી વિરોધના વંટોળ, 1984 ની ઘટના લોકોએ યાદ કરી શ્રધ્ધાંજલી અર્પી, શું થયું હતું, વાંચો


અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગારૂડી ગામે 1984માં બનેલી ઘટનાને ફરીથી યાદ કરવામાં આવી રહી છે… આ પાછળ ભૂતકાળ અને હવે વર્તમાનની પરિસ્થિતિ ને કારણે વિરોધના વંટોળ ફૂંકાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

Advertisement

મોડાસા નગર પાલિકાની ડંપિંગ સાઈટ ને લઇને ગારૂડી ગામના લોકો વિરોધ કરી રહ્યા છે… છેલ્લા ઘણાં સમયથી મોડાસા નગર પાલિકા કચરો ઠાલવવા માટે જમીન શોધી રહી છે, પણ જે જગ્યાએ જમીન જોવા જાય, ત્યાંથી જાકારો જ મળે છે… જે જગ્યા પાલિકા શોધે ત્યાંના સ્થાનિકો પ્રદૂષણ અને આરોગ્યનો હવાલો આપી વિરોધ કરી, જમીન ન આપવા દબાણ લાવે… હવે મોડાસા નગર પાલિકાની આઠમી જગ્યા મોડાસા તાલુકાના ગારૂડી ગામે ખુલ્લી જગ્યા પર નજર પડી છે, જેને લઇને સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો છે, અને જમીન પર ગંદો કચરો નહીં ઠાલલાવા દઈએ તેવો મક્કમ નિર્ધાર કર્યો છે, સ્થાનિકોનું કહેવું છે કે, તેમના ગામમાં હોસ્પિટલ, શૈક્ષણિક સંકુલ કે અને કચેરી માટે જગ્યા ફાળવો તો, તેમનો કોઈ જ નિરોધ નથી,, પણ મોડાસા શહેરના ગંદો કચરો ઠાલવવા માટે તેઓ કોઇપણ ભોગે જમીન નહીં આપે..

Advertisement

Advertisement

હવે ગારૂડી ગામ એટલા માટે ઇતિહાસ પર નજર નાખવાનું કહે છે, કે, વર્ષ 1984માં માઝૂમ ડેમના વિસ્થાપિતોને જમીન આપવાને લઇને સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો, જેને લઇને પોલિસ ગોળીબારમાં 5 લોકો મોત થયા હતા જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા,, 13-08-1984 ના દિવસે બનેલી આ ગોઝારી ઘટનાને આજે 39 વર્ષ પૂર્ણ થતાં ફરીથી ઈતિહાસના પનાનું પુનરાવર્ત થવાના એંધાણ વચ્ચે ગ્રામજનોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કર્યો હતો… મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વર્ષ 1984માં પોલિસ ગોળીબાર મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી…

Advertisement

વર્તમાનમાં કંઈ કરવા માટે ઇતિહાસના પાનાને પલટવા જરૂરી છે, આજે ઈતિહાસ વર્તમાન બનતો જોઈ ગારૂડી ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે,, હવે જોવું રહ્યું કે, ગારૂડીના લોકો ડંપિંગ સાઈટ મીટે જમીન આપશે કે પછી, તંત્ર જમીન છીનવશે, તે તો સમય ચ બતાવશે.. પણ એકવાત ચોક્કસ છે, ગારૂડીના વડવાઓએ જમીન માટે જીવ ગુમાવ્યો હતો, સત્ય છે..

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!