28.2 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત બાયડ-કપડવંજ હાઈવે ઉપર એકા એક કાર સળગી ઉઠી

બાયડ-કપડવંજ હાઈવે ઉપર એકા એક કાર સળગી ઉઠી

0
150

બાયડ,તા.૧૪

બાયડ-કપડવંજ હાઈવે ઉપર બપોરના સુમારે સાંઈવીલા સોસાયટી આગળ શોર્ટ સર્કિટના કારણે આગ સળગી ઉઠી હતી અંદર બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ બાયડ-કપડવંજ રોડ પર આવેલ સાંઈવીલા સોસાયટી આગળ મારૂતી સેન્ટ્રો કાર આગ લાગતા મોટી દુર્ઘટના થતા અટકી હતી બપોરના સુમારે અચાનક કારમાં આગ લાગતા સ્થાનિક લોકો દ્વારા બાયડ નગરપાલિકના ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી ગાડી ચાલક હર્ષભાઈ પટેલ – બોરોલ ગાડી લઈ ને બાયડ તરફ આવતા હતા ત્યારે ગાડી ને અચાનક આગ ભભુકી ઉઠી હતી ગાડી બેઠેલ મુસાફરનો આબાદ બચાવ થયો હતો ગાડીને ભારે નુકશાન પહોચ્યું હતું.

ફાયરબિગ્રેડે પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો બાયડ-કપડવંજ રોડ ઉપર બપોરના સુમારે અચાનક મારૂતી સેન્ટ્રો કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી આગ લાગતાની સાથે ટ્રાફીકસમસ્યા સર્જાય હતી અને નાસભાગ મચી થઈ હતી. બાદમાં તુરંત સ્થાનિકલોકો દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરી હતી અને પાણીની મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો

પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાનું ખુલ્યું છે. બાયડ-કપડવંજ-મોડાસા હાઈવે પર ટ્રકોની કતારો લાઈનો જોવા મળી હતી. આગ લાગવાથી હાઈવે ઉપર કલાકો સુધી ટ્રાફીકના દ્રશ્યો જોવા મળ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!