એ મેરે વતનકે લોગો જરા આંખમાં ભરલો પાની,જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની જેવા દેશ ભક્તિ ના ગીતો ગૂંજ્યા
જીલ્લા કક્ષાના 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભિલોડામાં કલેકટર પ્રશસ્તિ પારિકના હસ્તે ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી અપાઈ
મોડાસા તાલુકાના 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સરડોઇ હાઈસ્કૂલમાં મામલતદાર કોમલ પટેલના હસ્તે ધ્વજવંદન
૧૫ મી ઓગષ્ટે ભારતવર્ષના 77માં સ્વાતંત્ર પર્વની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અરવલ્લી જિલ્લા ના મુખ્યમથક મોડાસા શહેર માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે સમગ્ર શહેર રોશનીથી જળહળી ઉઠ્યું હતું.શહેર રહેણાંક વિસ્તારો અને શૈક્ષણિક સંસ્થાઓ સતત દેશભક્તિ ના ગીતો ગુંજી ઉઠતા 77 માં સ્વાતંત્ર પર્વ નો અલભ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો.શહેરમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ,સરકારી કચેરીઓ,રાજકીય પક્ષો દ્વારા 77માં સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જીલ્લા કક્ષાના 77માં સ્વાતંત્ર પર્વની ઉજવણી ભિલોડા ખાતે જીલ્લા કલેકટર પ્રશસ્તિ પારિકના રાષ્ટ્રીય ધૂનની સુરાવલીઓ વચ્ચે રાષ્ટ્રના આન-બાન-શાન સમો ગૌરવવંતો ત્રિરંગો લહેરાવી સલામી આપી ધ્વજવંદન કરાયું હતુ.જેમાં જીલ્લા SP શૈફાલી બારવાલ,જીલ્લા વિકાસ અધિકારી, ભિલોડા ધારાસભ્ય પી.સી.બરંડા અને વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા જીલ્લમાં સ્વાતંત્ર્ય સેનાની પરિવારજનોને સન્માનિત કરવામાં આવ્યા હતા
મોડાસા શહેરની શૈક્ષણિક સંસ્થાઓ જેવીકે મોડાસા કેળવણી મંડળ,મખદૂમ કેળવણી મંડળ,ઘી.મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ,સરસ્વતી વિદ્યાલય,મદની હાઈસ્કૂલ,ઘી ઘાંચી હાઈસ્કૂલ,કરમિયા ગર્લ્સ હાઈસ્કૂલ ,સરસ્વતી બાલ મંદિર મંડળ,સરકારી કચેરીઓ,જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત,ભારતીય જનતા પાર્ટી,મોડાસા શહેર કોંગ્રેસ સમિતિ,મોડાસા માર્કેટ યાર્ડ, અર્ધ સરકારી કચેરીઓ,દ્વારા 77માં સ્વાતંત્ર દિન નિમિત્તે ઘ્વજવંદન,અને વૃક્ષારોપણ કરી ઉજવણી કરી હતી મોડાસા હાઈસ્કૂલમાં મંડળ પ્રમુખ બિપિન શાહ, મખદૂમ હાઈસ્કૂલમાં સંસ્થાના સેક્રેટરી આરીફ ગુજરાતી,કુલ કિડ્સ સ્કૂલમાં પ્રમુખ સરફરાઝ ટીંટોઇયા, 67 વર્ષ થી સતત શૈક્ષણિક સેવાઓમાં અગ્રેસર અને મધ્યમવર્ગીય અને
ગરીબવર્ગના બાળકોમાં ઉચ્ચશિક્ષણ આપતી સરસ્વતી બાલ મંદિર મંડળ ની રત્નદીપ શાખામાં કટલરી કરિયાણા એસો.ના પ્રમુખ રમણ પ્રજાપતિના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સમગ્ર શહેર જાણે દેશભક્તિ ના રંગે રંગાયું હોય તેમ ધંધા રોજગારના સ્થળે અને રહેણાંક વિસ્તારોમાં ધ્વજ જોવા મળ્યા હતા
ધી ઘાંચી હાઈસ્કૂલ મોડાસાના પ્રમુખ સિકંન્દર વાય સુથાર (રાજબાબુ) ની ઉપસ્થિતિમાં મુસ્લિમ અગ્રણી સિકંદરભાઈ ડેમાઈવાળાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું મોડાસાની તત્ત્વ ઇસ્ટિટ્યૂટમાં તત્ત્વ ફાઉન્ડેશનના ઊપપ્રમુખ પ્રભુદાસ પટેલના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં તત્ત્વ પરિવાર જોડાયો હતો કેમ્પસ ડાયરેક્ટર જયદત્તસિંહ પૂવારે દૂરસંચાર માધ્યમથી ઉજવણીમાં જોડાયા હતા