મોડાસા તાલુકા પંચાયત સામે આવેલ બે ફ્લેટમાં ધોળે દહાડે તસ્કરો ત્રાટકી લાખ્ખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપતા લોકોમાં ભય
Advertisement
મોડાસા શહેરમાં ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ધોળેદહાડે રહેણાંક વિસ્તારોમાં ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરો ખાખીને ચેલેન્જ આપી રહ્યા છે મોડાસા શહેરના બાલાજી ફ્લેટમાં તસ્કરો ત્રાટકી બે બંધ ફ્લેટને નિશાન બનાવી લાખ્ખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપી પલાયન થઇ જતા ચોરીનો ભોગ બનેલ પરિવારો પર આભ તૂટી પડ્યું છે મોડાસા ટાઉન પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ બાલાજી ફ્લેટમાં રહેતા જીગ્નેશભાઈ રામજીભાઈ પટેલ તેમના પરિવાર સાથે વતનમાં રહેતા માતાની તબિયત લથડતા હિંમતનગર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા સાંજે ઘરે પરત ફરતા ફ્લેટનું તાળું તૂટેલું જોતા અને ઘરમાં માલસામાન અસ્તવ્યસ્ત હોવાથી ઘરમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ચેક કરતા તિજોરીનું લોકર તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 1.50 લાખના મુદ્દામાલની ચોરી થયાની જાણ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું તેમજ સામેના ફ્લેટમાં રહેતા કલ્પેશભાઈ રસિકભાઈ પટેલના ફ્લેટમાં પણ તસ્કરો 17 હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું જાણ થતા મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા ટાઉન પોલીસ તાબડતોડ સ્થળ પર ધસી આવી પ્રાથમિક તપાસ હાથધરી અજાણ્યા ચોર લૂંટારુ ગેંગ સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે
મોડાસા શહેરમાં સતત લોકોની અવરજવરથી ધમધમતા માલપુર રોડ પર આવેલા બાલાજી ફ્લેટમાં બે બંધ ફ્લેટના નકુચા અને દરવાજાના લોક તોડી લાખ્ખો રૂપિયાની ચોરી કરી ધોળા દહાડે તસ્કરો ફરાર થઇ જતા ફ્લેટમાં રહેતા લોકો અને શહેરીજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે