77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી મોડાસા શહેરમાં આવેલ લાયન્સ ક્લબ સોસાયટી અને લાયન્સ ક્લબ ઓફ મોડાસા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની સાથે કારગિલ યુધ્ધના વીર જવાનોને સન્માનપત્ર અર્પણ કરાયા હતા
લાયન્સ કલબ સોસાયટી સંચાલિત શ્રી વા.હી.ગાંધી બહેરા મૂંગા શાળા તથા લાયન્સ આઈ.ટી.આઈ (દિવ્યાંગો માટે) ખાતે 77માં સ્વાતંત્ર્ય પર્વેમાં સંસ્થાના પ્રમુખ લા.ડૉ.ટી.બી.પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ થીમ પર સંસ્થાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમ જેવાકે વૃક્ષારોપણ,ગાયત્રી પરિવાર મોડાસા દ્રારા વ્યસન મુક્તિ અભિયાન, મહિલા સશક્તિકરણ નિમિત્તે સંસ્થાની દિવ્યાંગ વિદ્યાર્થીનીઓને પ્રોજેક્ટર શો બતાવવામાં આવ્યો,વિવિધ રમત-ગમત સ્પર્ધા યોજાઈ, ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા અને રંગોળી સ્પર્ધા યોજાઈ. સ્પર્ધામાં વિજેતા થયેલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યા હતા
કારગિલ યુદ્ધ દરમિયાન ઘાયલ થયેલા વીર જવાન સંજયભાઈ શરદભાઈ ઠાકોર EX.નાયક (GD) ARTILLERY અને ઘનશ્યામ ભાઈ પટેલ એડવોકેટ,રાષ્ટ્રપતિ પોલીસ મેડલિસ્ટને સન્માનપત્ર અર્પણ કરી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સંસ્થાના ઉપપ્રમુખ લા.કમલેશભાઈ પટેલ, ટ્રસ્ટી લા.રામભાઈ પટેલ,તેમજ સંસ્થાના હોદ્દેદારો મોડાસા લાયન્સ ક્લ્બ પ્રમુખ પ્રવીણ ચૌહાણ, મંત્રી અરવિંદ પ્રણામી તથા આમંત્રિત મહેમાનઓ ઉપસ્થિત રહ્યા હતા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજવા બદલ સંસ્થાના કર્મચારીગણનો અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહેમાનનો સંસ્થાના મંત્રી લા.મનુભાઈ પટેલ તથા મંત્રી લા.ભાવેશભાઈ જયસ્વાલ દ્રારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો