26 C
Ahmedabad
Monday, December 4, 2023

Cyber Crime : મોડાસાનો યુવા કોન્ટ્રાકટર સસ્તી લોનની લાલચ માં 1.98 લાખ રૂપિયા ગુમાવ્યા,સાયબર ગઠિયાની ઝાળમાં આબાદ ફસાયો


 

Advertisement

સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઓનલાઇન ફ્રોડ અંગે છાશવારે જન જાગૃતિ અભિયાન ચલાવીને ગઠિયાઓની અવનવી તરકીબો વિશે બ્રહ્મજ્ઞાન આપવામાં આવતું હોય છે. તેમ છતાં શોર્ટ કટમાં રૂપિયા કમાવવાની લાલચમાં ગઠિયાની જાળમાં ફસાઈ જતાં હોય છે અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં રહેતો યુવા કોન્ટ્રાકટર ઓનલાઈન ઝડપી અને સસ્તી લોનની જાહેરાત જોઈ લોન લેવા જતા સાયબર ચીટર ટોળકીની વાતમાં આવી વિવિધ ચાર્જના નામે 1.98 લાખથી વધુ રૂપિયા ખંખેરી લીધા બાદ ફોન બંધ કરી દેતા યુવા કોન્ટ્રાકટર છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનો અહેસાસ થતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર,મોડાસા શહેરની રત્નદીપ સોસાયટીમાં રહેતો ગૌરવકુમાર મનોજભાઈ ઉપાધ્યાય કોન્ટ્રાકટરનો વ્યવસાય કરી જીવન નિર્વાહ ચલાવી રહ્યો છે ગૌરવ ઉપધ્યાયએ સોશ્યલ સાઈટ પર ફર્સ્ટ મની ફાયનાન્સ નામની લોનની જાહેરાત જોતા તેમાં આપેલ નંબર પર લોન લેવા માટે સંપર્ક કરતા અનન્યા નામની યુવતી અને અન્ય યુવક સાથે વાતચીત કરતા બંનેની વાતોમાં યુવક ફસાઈ ગયો હોવાની જાણ સાયબર ગઠિયાઓને થતા લોન માટે વિવિધ ચાર્જીસના નામે ઓનલાઈન રૂપિયા ખંખેરવાનું શરૂ કર્યું હતું યુવક પાસેથી રૂ.198608/- રૂપિયા પડાવી લીધા પછી ફર્સ્ટ મની ફાયનાન્સના નામે વાતચીત કરનાર અનન્યા નામની યુવતી અને અન્ય યુવકે ફોન ઉપાડવાનું બંધ કરવાની સાથે ફોન સ્વીચ ઓફ કરી દેતા યુવક ઓનલાઈન છેતરપિંડીનો અહેસાસ બન્યો હોવાનો અહેસાસ થતા મોડાસા ટાઉન પોલીસે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!