ભિલોડા ઉદય સેવા સંસ્થાન દ્વારા સંચાલિત શ્રી શામળિયા ટિફિન સેવા ના ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગ નિમિત્તે સંસ્થાએ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાસભાગૃહ પ્રેરણા હાઈસ્કુલના કેમ્પસમાં પરમ પૂજ્ય શ્યામસુંદરદાસ બાપુ ભોલેશ્વર આશ્રમ વસાઈ,જ્ઞાનાનંદ સરસ્વતી મહાકાળી આશ્રમ નવા રેવાસ, લાલજી મહારાજ વક્તાપુર આશ્રમનાઓનો સત્સંગ સમારોહ રાખેલ જેમાં આવેલ સંતોએ સંસ્થાની કામગીરી સંદર્ભે આશીર્વચન આપેલ હતા.ભિલોડાની વિવિધ સેવાભાવી સહિયોગી સંસ્થાઓના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં ૫૫ રકત દાતાઓએ રક્તદાન કરી પ્રસંગ ને અનુરૂપ દાન કરેલ હતું.કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પટેલ હસમુખભાઈ મોતીભાઈ એડવોકેટ એન્ડ નોટરી રહે. અમદાવાદ, દામુભાઈ પ્રભુજીભાઈ મંત્રી શ્રી અર્બુદા સેવા સંધ, ભિલોડા સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી સત્સંગ તથા ભોજન પ્રસાદનો લહાવો લીધેલ હતો.કાર્યક્રમને સફળ બનાવવા ઉદય સેવા સંસ્થાનના તમામ હોદ્દેદારો તથા સહયોગી સંસ્થાના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી યોગદાન આપેલ હતું