શાળાના વિદ્યાર્થીઓને મતદાન અંગે ખ્યાલ આવે તેવા આશય સાથે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસાની મખદૂમ પ્રાયમરી સ્કૂલમાં શાળાના આચાર્ય શાહિદ દાદુ દ્વારા મેરી મિટ્ટી-મેરા દેશ કાર્યક્રમને ધ્યાનમાં રાખતા શાળામાં ‘બાળ સંસદ ચૂંટણીનું’ સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.
ધી મખદૂમ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હાજી નઇમભાઈ મેઘરેજી તેમજ સેક્રેટરી મોહસીનભાઈ બુલાના હસ્તે રીબીન કાપીને ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ હતી.જેમાં સંસ્થાના ચેરમેનો તેમજ કારોબારી સભ્યો પણ હાજર રહયા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય દાદુ મ.શાહિદ તેમજ સુપરવાઈઝર મિર્ઝા મો. ઓવેશના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો સરફરાજ સૈયદ,ઈરફાન કાઝી ,સિકંદર ભાયલા, સાબીર રાઠોડ તેમજ સમગ્ર સ્ટાફ પરિવારે ખૂબ જ સારી રીતે કામગીરી નિભાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.