38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પંચમહાલ: વિધાનસભા ઉપાધ્યક્ષની જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં તાલુકા પંચાયત ખાતે શીલાફલકમનું...

પંચમહાલ: વિધાનસભા ઉપાધ્યક્ષની જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં તાલુકા પંચાયત ખાતે શીલાફલકમનું લોકાપર્ણ કરાયું

0
129

શહેરા.
શહેરા ખાતે તાલુકાકક્ષાના મારી માટી મારો દેશ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. વિધાનસભા ઉપાધ્યક્ષની જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં શીલાફલકમનું લોકાપર્ણ, ધ્વજવંદન સહીતનું આયોજન કરવામા આવ્યુ હતુ.
આઝાદીના અમૃતપર્વ મહોત્સવ અંતગર્ત મારી માટી મારો દેશ માટીને નમન વીરોને વંદન કાર્યક્રમ નવમી ઓગસ્ટથી શરુ કરવામા આવ્યો હતો.ગ્રામીણ વિસ્તારોમાં ઉજવણી થયા બાદ હવે તાલુકાકક્ષાની ઉજવણીના કાર્યક્રમો થઈ રહ્યા છે. શહેરા તાલુકાકક્ષાના કાર્યક્રમની ઉજવણી તાલુકા પંચાયતના પંટાગણ ખાતે કરવામા આવી હતી..દેશની રક્ષા માટે બલિદાન આપનાર વીરો અને વીરાંગના ઓને શ્રધ્ધાજંલી આપીને શહિદ સ્વતંત્રતાસેનાના પરિવારજનોનું સન્માન કર્યુ હતુ. શહેરા તાલુકા પંચાયત કચેરીમાં બનાવામા આવેલા શીલા ફલકમનુ ધારાસભ્ય દ્વારા ખુલ્લુ મુકવામા આવ્યુ હતુ. સાથે પંટાગણમાં વૃક્ષારોપણ પણ કર્યુ હતુ. સાથે અમૃત કળશમાં પણ માટી એકત્રીત કરવાની સાથે,ધ્વજવંદન કરવામા આવ્યુ હતુ.આ કાર્યક્રમમા શહેરા પ્રાન્ત અધિકારી એન.કે.પ્રજાપતિ,પ્રોબેશનલ તાલુકા વિકાસ અધિકારી અને નાયબ કલેકટર અને પ્રાન્ત ડો. દિનીતાબેન કથીરીયા,આસિ.ટીડીઓ કિરણસિંહ સોલંકી, તાલુકા વિકાસ અધિકારી પાર્થકુમાર પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલીયા, જીલ્લા મહામંત્રી જીજ્ઞેશભાઈ પાઠક,સહિત તાલુકા પંચાયતના પ્રમુખ,તાલુકા પંચાયતના સભ્યો,જીલ્લા પંચાયતના સભ્યો, ગ્રામીણ વિસ્તારના સરપંચો,સહિત શહેરાનગર અને તાલુકામાથી મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!