33 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી : રાજસ્થાનથી પિતાની શોધમાં આવેલ બાળક જ ભૂલો પડ્યો, મોડાસા ટાઉન પોલીસ કઈ રીતે મદદ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું..!!


અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસ કાયદાની અમલવારી સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે મોડાસા શહેરમાં એક બાળક ભૂલો પડી ચાર રસ્તા નજીક આંટાફેરા મારતો હોવાથી પોલીસને બાળકની વેદના ધ્યાને પડતા તેને હૂંફ આપી પૂછપરછ કરતા રાજસ્થાનના ખજૂરીથી તેના પિતાની શોધમાં મોડાસા આવ્યો હોવાનું જણાવતા પોલીસે ખજૂરીના સરપંચનો સંપર્ક કરી તેના પરિવારજનો સાથે મિલન કરાવતા પરિવારજનોએ પોલીસની કામગીરીની સરાહના કરી હતી

Advertisement

રાજસ્થાન ડુંગરપુર જીલ્લાના ખજૂરી ગામનો બાળક કોઈને કહ્યા વગર પિતા ઘરે હોવા છતાં અગમ્ય કારણોસર શોધતો શોધતો મોડાસા શહેરના ચાર રસ્તા પર આવી ચઢ્યું હતું બાળક ચાર રસ્તા પહોંચ્યા પછી બેબાકળો બની પોલીસ ચોકી નજીક ભટકતો હોવાથી પોલીસના ધ્યાને આવતા બાળકને પોલીસ ચોકીમાં લાવી ચા-નાસ્તો કરાવી સાંત્વના આપી પૂછપરછ કરતા બાળક રાજસ્થાનના ખજુરી ગામથી પિતાની શોધમાં મોડાસા પહોંચ્યો હોવાનું જણાવતા પોલીસ ચોંકી ઉઠી હતી અને તાબડતોડ ખજૂરી ગામના સરપંચનો સંપર્ક કરી બાળક અંગે વાતચીત કરી તેના પરિવારજનોને જણાવતા તાબડતોડ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને પરિવારથી વિખૂટો પડેલ બાળક મળી આવતા પરિવારજનોની આંખો હર્ષના અશ્રુથી છલકાઈ ઉઠી હતી અને ટાઉન પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!