ગુજરાતમાં ખેતીની આડમાં ગાંજાનું વાવેતર મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે પોલીસ મોટા પ્રમાણમાં ગાંજાની ખેતી પકડી પાડી નશાનું વાવેતર કરનાર આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે ગાંજાના છોડમાંથી ગાંજો, ચરસ અને ભાંગ બનતી હોવાથી ગેરકાયદેસર ખેતી કરી કેટલાક લાલચુ ખેડૂતો લાખ્ખો રૂપિયા કમાવવા જતા જેલના સળિયા પાછળ ધકેલાઈ રહ્યા છે
અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર સતત નશાના કારોબાર કરનાર અસામાજીક તત્વો સામે ગાળીયો કસ્યો છે જીલ્લામાં એસઓજી પોલીસે નશાની ખેતી ઝડપી પાડી હતી જીલ્લામાં ગાંજાનું વ્યસન પણ મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે શહેરી વિસ્તારમાં યુવાનો ગાંજાની લતે ચઢી બરબાદીની ગર્તમાં ધકેલાઈ રહ્યા છે જીલ્લામાં ગાંજાના બંધાણીઓ ખેતરમાં કે ઘરની આજુબાજુ એકાદ બે છોડ વાવી નશાને સંતોષતા હોય છે ત્યારે એસઓજી પોલીસે મેઘરજ તાલુકાના ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટી મોરી (વાવમેલાણા) ગામેથી ભીંડા અને મરચાની ખેતીની આડમાં ખેતરમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ કરી 41 મોટા તાજા લીલા છોડ સાથે 1.07 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વિક્રમ નેમા ક્લાસવાને ઝડપી પાડી એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અરવલ્લી એસઓજીની ટીમ ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા મોટી મોરી (વાવમેલાણા) ગામે વિક્રમ નમા ક્લાસવાએ તેના ખેતરમાં શાકભાજીની ખેતીની આડમાં ગેરકાયદેસર ગાંજાની ખેતી કરી રહ્યો હોવાની બાતમી મળતા એસઓજી પોલીસે એફએસલ અધિકારી,પંચો સાથે રાખી રેડ કરી કપાસના ખેતરમાં શોધખોળ હાથધરતા ભીંડા અને મરચીના વાવેતર વચ્ચે થોડા થોડા અંતરે ગેરકાયદેસર ઉછેરેલ 10 કિલો 700 ગ્રામ વજનના 41છોડ મળી આવતા એસઓજી પોલીસે 41 છોડ કીં.રૂ.107000/- નો જથ્થો જપ્ત કરી નશાની ખેતી કરનાર વિક્રમ નમા ક્લાસવાની ધરપકડ કરી કરી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી