37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત જાયન્ટ્સ મોડાસા અને જાયન્ટ્સ મોડાસા સહિયર સંયુક્ત બહેરા મૂંગા શાળા માં શૈક્ષણિક...

જાયન્ટ્સ મોડાસા અને જાયન્ટ્સ મોડાસા સહિયર સંયુક્ત બહેરા મૂંગા શાળા માં શૈક્ષણિક રાષ્ટ્રીય અને પર્યાવરણ જેવી વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી

0
143

જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન સંચાલિત જાયન્ટ્સ મોડાસા, જાયન્ટ્સ સહિયર મોડાસા સંયુક્ત જાયન્ટ્સ સેવા સપ્ત્તાહની ઉજવણી અંતર્ગત મોડાસાની બહેરા મૂંગા શાળા સંકુલમાં મેરી મિટ્ટી મેરા દેશ વિષય પર બાળકોને ડ્રોઈંગ કોમ્પીટીશન કરાવવામાં આવી તેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો અને બાળકોએ ખુબ સુંદર ચિત્રો દોર્યા સાથે સાથે બાલિકાઓમાં મહેંદી હરીફાઈ નુંઆયોજન કરવામાં આવ્યું તેમાં પણ મોટી સંખ્યામાં બાલિકાઓએ ભાગ લીધો હતો અને ખુબ સુંદર હાથમાં સજાવટ ભરી મહેંદી મૂકી હતી તદ ઉપરાંત મેરી મિટ્ટી મેરા દેશ વિષય પર રંગીન રંગોળી નું પણ આયોજન કરવામાં આવ્યું તેમાં ધરતી ઉપર સુંદર વૃક્ષ અને બાજુમાં લહેરાતો રાષ્ટ્રનો તિરંગો રાષ્ટ્રધ્વજ ની ખૂબ સુંદર આકર્ષક રંગોળી બનાવી અને જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન નો લોગો પણ તેમાં ચિત્રાવવામાં આવ્યો

સમગ્ર કાર્યક્રમમાં બાળકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો ત્યારબાદ શાળા સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને મેરી મિટ્ટી મેરા દેશ અનુરૂપ સચિત્ર બને તે રીતે બાળકોના હાથમાં મિટ્ટી અને ફૂલ ઝાડ અને દેશના તિરંગા સાથે સેલ્ફી લેવામાં આવી સમગ્ર કાર્યક્રમ માં ભાગ લેનાર બાળકોને પ્રથમ, દ્વિતીય, તૃતીય, તેમજ સમગ્ર બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા ત્યારબાદ શાળા સંકુલના સર્વે બાળકોને ફૂટ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ના વાઇસ ચેરમેન નિલેશ જોશી જાયન્ટ્સ મોડાસા ના પ્રમુખ પ્રવીણ પરમાર મંત્રી મુકુંદ સોની ઉપપ્રમુખ રમેશ પ્રજાપતિ, વિનોદ ભાવસાર .કલ્પેશ પંડ્યા ભગીરથ કુમાવત જાયન્ટ્સ મોડાસા સહિયર પ્રમુખ બકુલાબેન વાઘેલા મંત્રી જ્યોત્સનાબેન પ્રજાપતિ તેમજ અન્ય જાયન્ટ્સ પરિવારના સભ્યો હાજર રહ્યા હતા સાથે બહેરા મૂંગા શાળા ના મહામંત્રી મનુભાઈ પટેલ ,પરીનભાઈ જોશી અને શાળાના શિક્ષકો દ્વારા ખુબ સુંદર સાથ અને સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!