રાત્રિનો સમય થતાની સાથે છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓ ડરના મારી થરઠર કાંપવા માંડે છે
કલેક્ટર ને આવેદન પત્ર આપવા છતાં કોઈ જ કાર્યવાહી નહીં થતાં અનેક સવાલો ઉઠ્યાAdvertisement
ભિલોડા તાલુકાના જાબચિતારીયા ગામમાં આવેલ માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત છાત્રાલયમાં આજુબાજુના વિસ્તારની ગરીબ અને જરૂરિયાત મંદ પરિવારની દીકરીઓ રહી અભ્યાસ કરી રહી છે ત્યારે ગામમાં રહેતા જોગી સમાજમાં મહિલાનું મોત નિપજતા અગમ્ય કારણોસર મહિલાની દફનવિધી છાત્રાલયના પ્રવેશદ્વાર આગળ જ કરવામાં આવતા છાત્રાલયમાં રહેતી દીકરીઓમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે કેટલીક વિદ્યાર્થીનીઓ ડરની મારી અભ્યાસ છોડી ઘરે જતી રહેતા છાત્રાલયના ટ્રસ્ટીઓ અને ગૃહમાતા દ્વારા છાત્રાલયના પ્રવેશદ્વાર આગળ દફનાવેલ મૃતદેહ અન્ય સ્થળે દફનાવવામાં આવેની માંગ સાથે અધીક કલેકટરને આવેદન પત્ર આપવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા દીકરીઓમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન “બેટી બચાવો બેટી પઢાવો” ની જગ્યાએ “બેટી ડરાવો બેટી ભગાવો”ના સૂત્રને સાર્થક કરતી ઘટના બહાર આવતા ભારે ચકચાર મચી છે ભિલોડા તાલુકાના જાબચિતરીયા ગામમાં માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 25 વર્ષથી છાત્રાલયમાં આજુબાજુના વિસ્તારની દીકરીઓ અભ્યાસ કરી રહી છે છાત્રાલયની આજુબાજુના જોગી સમાજ વસવાટ કરી રહ્યો છે થોડા દિવસ અગાઉ જોગી સમાજની મહિલાનું મૃત્યુ થતા જોગી સમાજ દ્વારા અગમ્ય કારણોસર છાત્રાલયના પ્રવેશદ્વાર આગળ ખાડો ખોદી મૃતદેહ દફનાવાતા છાત્રાલયમાં રહેતી દીકરીઓ અને સ્ટાફમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે
છાત્રાલયના પ્રવેશદ્વાર આગળ મૃતદેહની દફનવિધિના પગલે કેટલીક બાળાઓ ડરી જતા અભ્યાસ અધૂરો છોડી ઘરે જતી રહી હોવાની સાથે અન્ય વિદ્યાર્થીઓમાં ભૂતિયા માહોલ પેદા થતા ભયના ડરે અભ્યાસ ન છોડવો પડે તે માટે છાત્રાઓએ રેલી સ્વરૂપે ભયભીત અવસ્થામાં અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી અન્ય સ્થળે મૃતદેહ દફનાવવામાં આવેની માંગ કર્યા છતાં આજદીન સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનો ડરની મારી થરથર કાંપી રહી છે