21 C
Ahmedabad
Tuesday, December 5, 2023

હવસખોર ફુવાને ફાંસીના માંચડે લટકવોની માંગ : બાયડના ગ્રામ્ય પંથકમાં 4 વર્ષીય બાળકીને સગા ફુવાએ પીંખી નાખતા સારવાર હેઠળ


સંબધોને શર્મસાર કરતા કિસ્સામાં સાઠંબા પોલીસે દુષ્કર્મી ફુવાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી
4 વર્ષીય બાળકીને ગુપ્તભાગે ઈજાઓ થતા રાત્રે દર્દથી કણસી ઉઠતા સમગ્ર કિસ્સો બહાર આવ્યો

Advertisement

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મહિલાઓ માટે ગુજરાત સલામત છે એવા દાવાઓ વચ્ચે ગોઝારી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. દુષ્કર્મીઓને માટે સરકારે કડક કાયદો બનાવી ફાંસીના માંચડે લટકાવી દેવા સુધીની સજાની જોગવાઈ કરી હોવા છતાં કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના સાઠંબા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારમાં સાસરીમાં આવેલા બાલાસિનોર પંથકના નરાધમ ફુવાએ તેના પરિવારની 4 વર્ષીય દીકરીને લલચાવી ખેતરમાં લઇ જઈ દુષ્કર્મ કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે પરિવારે સાઠંબા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હવસખોર નરાધમ ફુવાને વિવિધ ટિમો બનાવી ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો 4 વર્ષીય દીકરીના ગુપ્તભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી સંબધોને શર્મસાર કરતી ઘટના બનતા લોકોએ હેવાન ફુવાને ફાંસીના માંચડે લટકાવવો જોઈએની ચર્ચાએ જોર પકડ્યું છે

Advertisement

 

Advertisement

સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગ્રામ્ય વિસ્તારમાં ગતરોજ સાંજના સુમારે મહેમાનના રૂપમાં રાક્ષશ બની સાસરીમાં આવેલા ફુવાએ પરિવારની ચાર વર્ષની દીકરીને લાલચ આપી ખેતરમાં રમાડવા લઇ ગયો હતો અને ખેતરમાં ચાર વર્ષીય દીકરી પર તૂટી પડી દુષ્કર્મ આચરી છાનોમાનો ઘરે મૂકી ગયો હતો રાત્રીના સુમારે દીકરીના ગુપ્તભાગે અસહ્ય દુઃખાવો થતો હોવાથી દર્દથી કણસી ઉઠતા ચીસાચીસ કરી મુકતા દીકરીના પિતા નજીકના દવાખાને લઇ ગયા હતા દીકરીએ માતા-પિતાને તેની સાથે થયેલ કૃત્યની વાત કરતા પગની નીચેથી જમીન ખસકી ગઈ હતી દીકરીની તબિયત લથડતા વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી દૂષ્કર્મનો ભોગ બનેલ દિકરીની સ્થિતિ સ્થિર હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી સાઠંબા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુન્હો નોંધાતા પોલીસે વિવિધ ટિમો બનાવી નરાધમ ફુવાની અટકયાત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!