ભિલોડા વસાયાનો દિનેશ ફનાત નામનો બુટલેગર શીણાવાડના બુટલેગર બિપિન જયસ્વાલને કારમાં વિદેશી દારૂ ભરી આપવા નીકળ્યો હતો
Advertisement
અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે ટીંટોઈ પોલીસે કુડોલ ગામ નજીક વોચ ગોઠવી આઈ-10 કારમાંથી 30 હજારના વિદેશી દારૂ સાથે બુટલેગરને દબોચી લીધો હતો દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ બે બુટલેગરો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ટીંટોઈ પોલીસે પેટ્રોલિંગ હાથધરતા આઈ-10 કારમાં વિદેશી દારૂની ખેપ થતી હોવાની બાતમી મળતા કુડોલ ગામ નજીક વોચ ગોઠવી નાકાબંધી કરી બાતમી આધારિત કારને અટકાવી તલાસી લેતા કારમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ-ક્વાંટરીયા નંગ-264 કીં.રૂ.30 હજારના જથ્થા સાથે કાર ચાલક બુટલેગર દિનેશ અર્જુન ફનાત (રહે,વસાયા-ભિલોડા)ને ઝડપી પાડી કાર ચાલકની પૂછપરછ કરતા દારૂની હેરાફેરીમાં જીતુ રણછોડ નિનામા (રહે,વસાયા-ભિલોડા) ની સંડોવણી હોવાનું અને દારૂનો જથ્થો શીણાવાડ ગામના બિપિન જયસ્વાલ નામના બુટલેગરને પહોંચાડવાનો હોવાની માહિતી મળતા ટીંટોઈ પોલીસે 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દિનેશ ફનાતને જેલના સળિયા પછી ધકેલી દઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી બંને બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા