32.4 C
Gujarat
Sunday, August 2, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં બેખોફ તસ્કરો, ટોરડા-બુઢેલી માં ત્રાટક્યા,ટોરડા ગામમાં હજ્જારો...

અરવલ્લી : ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં બેખોફ તસ્કરો, ટોરડા-બુઢેલી માં ત્રાટક્યા,ટોરડા ગામમાં હજ્જારો રૂપિયાની ચોરી,CCTVમાં કેદ ચોર

0
185

અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોર બેફામ બન્યા છે ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કર ટોળકી ખાખીને ચેલેન્જ આપી રહી હોય તેમ સમયાંતરે ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપી હવામાં ઓગળી જતા પોલીસ પકડથી દૂર રહી છે ટોરડા અને બુઢેલી ગામમાં તસ્કર ટોળકી ચોરી કરવા પહોંચી ટોરડા ગામમાં એક મકાનમાંથી હજ્જારો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગઈ હતી તસ્કર ટોળકી સીસીટીવી કેમેરા કેદ થઇ છે ભિલોડા પોલીસે ચોરીની ફરિયાદ નોંધવાના બદલે અરજી લીધી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે ટોરડા આઉટ પોલીસ ચોંકી હોવા છતાં કર્મીઓ રાત્રીના સુમારે હાજર રહેતા ન હોવાની બૂમો ઉઠી રહી છે ત્યારે ટોરડા ગામમાં બળદેવભાઈ પટેલના ઘરમાં ઘરફોડ ચોરી કરતી ગેંગ ત્રાટકી સોનાની બુટ્ટી,ત્રણ વીંટી અને અન્ય સોનાના દાગીના અને 26 હજાર રોકડ રકમ સહીત હજ્જારો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ચોર પલાયન થઇ ગયા હતા તસ્કર ટોળકી બુઢેલી ગામમાં પણ કેટલાક મકાનને નિશાન બનાવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી ટોરડા-બુઢેલી ગામમાં તસ્કર ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી ભિલોડા પોલીસે ચોરીની ઘટનાનો ગુન્હો નોંધવાના બદલે અરજી લઇ સંતોષ માન્યો હોવાની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!