ગૃહ કંકાસમાં અજીબો ગરીબ કિસ્સા બહાર આવતા હોય છે અનેક પરિવારો ઘરેલુ ઝગડામાં બરબાદીની ગર્તામાં ધકેલાઈ ગયા છે અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરના સર્વોદય નગર વિસ્તારમાં ગૃહ કંકાસમાં પિયરમાં આવેલ યુવતીને પરત લેવા તેનો પતિ પહોંચ્યો હતો યુવતીએ તેની સાથે જવા ઇન્કાર કરતા તેની નાની બાળકીને લઇ જતો રહેતા યુવતી બેબાકળી બની ટાઉન પોલીસને જાણ કરતા ટાઉન પોલીસે સમયસૂચકતા વાપરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખી આણંદના બોરીયાવી ગામ નજીકથી બાળકીને પતિ સાથે ઝડપી પાડી તેની માતા અને પરિવારજનોને સુપ્રત કરતા માતાની આંખો અશ્રુથી છલકાઈ ઉઠી હતી
મોડાસા સર્વોદયનગર વિસ્તારમાં રહેતી સોનલબેન મારવાડી ના લગ્ન નડિયાદના જવાહરનગરમાં રહેતા વિષ્ણુ જીવણભાઈ મારવાડી સાથે થયા હતા લગ્ન સંસારના સુખદુઃખના ભાગરૂપે દીકરીનો જન્મ થયો હતો ઘરમાં સતત ચાલતા ગૃહ કંકાસથી કંટાળી અને પતિ સારું રાખતો ન હોવાથી યુવતી બાળકી સાથે પિયરમાં આવી ગઈ હતી રવિવારે યુવતીનો પતિ તેને પરત લઇ જવા મોડાસા આવ્યો હતો પરંતુ યુવતીએ ના પાડતા પોતાની દીકરીને રમાડતા રમાડતા અચાનક ગુમ થઇ જતા યુવતી તેની દીકરી અને પતિ જોવા ન મળતા આજુબાજુમાં શોધખોળ પછી પણ કોઈ અત્તોપતો ન લાગતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન દોડી આવી હતી અને પીઆઇ ડી.કે.વાઘેલાને રજુઆત કરતા ઘટનાની ગંભીરતાના પગલે તાબડતોડ વિવિધ ટિમો સક્રિય કરી હતી
મોડાસા ટાઉન પોલીસની સી-ટીમ અને ડી સ્ટાફ સહીત વિવિધ ટિમો બનાવવાની સાથે-વિષ્ણુ મારવાડીનું મોબાઈલ લોકેશન કાઢતા આણંદ જીલ્લાના બોરીયાવી ગામ નજીક હોવાનું જાણ થતા સ્થાનિક પોલીસનો સંપર્ક કરી મોડાસાની ટીમ બોરીયાવી પહોંચી હતી અને ચરા વિસ્તારમાંથી પિતા સાથે દીકરીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરત તેની માતાને સુપ્રત કરતા દીકરી હેમખેમ મળી આવતા મોડાસાની યુવતી અને તેના પરિવારજનોએ પોલીસની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો