31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

અરવલ્લી : SP શૈફાલી બારવાલ સામે 5 મુખ્ય પડકારની અમલવારી કરાવવી મોટી ચેલેન્જ સાબિત તો નહીં થાયને….!!


  • દારૂબંધી ની અમલવારી અને સરહદો પરથી વિદેશી દારૂની તસ્કરી પર બ્રેક લગાવવી

  • મોત ની મુસાફરી કરાવતા ખાનગી પેસેન્જર વાહનચાલકો

  • ગાય સહીત પશુઓની તસ્કરી અટકવાની અમલવારી

  • સતત વધી રહેલ નાબાલિગ યુવતીઓ અને મહિલાઓ પરના અત્યાચાર

  • મોડાસામાં ટ્રાફિકની સમસ્યા,રોડ પર અડીંગો જમાવતા પશુઓ

અરવલ્લી જીલ્લામાં સતત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ઘરફોડિયા ગેંગ અને તસ્કરો,ગાંજાનું વાવેતર, પશુઓની ગેરકાયદેસર હેરાફેરી સહીત દેશી વિદેશી દારૂની રેલમછેલ અને જીલ્લાની શામળાજી નજીક રતનપુર બોર્ડર સહીત અન્ય આંતરરાજ્ય સરહદો પરથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઘુસાડવા સહીત નાબાલિગ યુવતીઓ અને મહિલાઓ પર થતા અત્યાચાર અને અસામાજિક તત્વો ખોફ, જુગાર અને વરલી-મટકા,સટ્ટાબાજીઅને આંકડા રમાડવા સહીત અનેક પડકાર જીલ્લામાં નવનિયુક્ત SP શૈફાલી બારવાલ સામે ઉભા છે ત્યારે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની અમલવારી કરાવવામાં કેવા પ્રકારના પગલાં ભરશે તે અંગે ચર્ચાઓએ જોર પકડ્યું છે

અરવલ્લી જીલ્લા મથક સહીત મોટાભાગના પોલીસ સ્ટેશનો ચોરી,લૂંટ-ફાટ,ચેઈનસ્નેચીંગ સહીત અનેક ગુન્હાઓમાં પીડિત પાસે ફરિયાદ લેવામાં ગલ્લાંતલ્લાં કરવામાં આવે છે ફરિયાદ ન નોંધી ક્રાઈમરેટ ઓછો બતાવી પીડિત સાથે અન્યાય થતો બંધ થશે કે નહિ…? ફરિયાદ નોંધાવવા રંજાડ તો નહિ થાયને …? અરવલ્લી જીલ્લા માં ઠેર ઠેર વિદેશી અને દેશી દારૂના અડ્ડા અને હોમ ડિલિવરી, યુવાધનને બરબાદીના ગર્તામાં ધકેલાતો ગાંજો અને ચરસનું વેચાણ અને જુગારના અડ્ડા,વરલી-મટકા અને આંકડાની રમત અને સટ્ટાબાજી પર કાબુ મેળવવામાં સફળ રહેશે કે નહિ..? જીલ્લાની શામળાજી રતનપુર આરટીઓ ચેકપોસ્ટ સરહદ પર થી હપ્તારાજમાં કરોડો રૂપિયાનો ગુજરાતમાં ઠલવાતો વિદેશી દારૂ અને નશાકારક પદાર્થોની તસ્કરી,મેઘરજના કાલીયાકુવા,રેલ્લાવાડા અને માલપુર અને ભિલોડાની સરહદો પરથી ગ્રામ્ય વિસ્તારોમાંથી થતા દેશી વિદેશી દારૂનું વહન અટકાવી શકશે કે નહિ..?

જીલ્લામાં પોલીસ તંત્ર અને આરટીઓના અધિકારીઓની રહેમ નજર હેઠળ હાઈવે અને અંતરિયાળ માર્ગો પર દોડતા અને મુસાફરોથી અંદર,ઉપરનીચે ખીચોખીચ ભરી લોકોના જીવ જોખમમાં મુકતા ખાનગી પેસેન્જર વાહનો ,જીલ્લા સહીત ઉત્તરગુજરાત અને બીજા રાજ્યોમાંથી ગાય સહીત પશુઓની તસ્કરી કરી ગેરકાયદેસર કતલખાને ઘુસાડવાનો ગોરખ ધંધામાં સંકળાયેલા પશુ તસ્કરો અને કસાઈઓ સામે કાનૂની ગાળીઓ કસવામાં અવશેકે કેમ ..? નાબાલિગ યુવતીઓ અને મહિલાઓ પર થતા અત્યાચાર હત્યા,બળાત્કાર, છેડતી, જેવા જધન્ય અપરાધોનો ઊંચકાઈ રહેલા ગ્રાફ ને અટકાવવા અને કાબુમાં લેવામાં સફળતા મળશે કે નહિ…? જેવી અનેક ચર્ચાઓ જીલ્લાના જાગૃત નાગરિકો અને પ્રજાજનોમાં ચર્ચાએ જોર પકડ્યું છે જીલ્લાના યુવાન મહિલા SP શૈફાલી બારવાલ સામે જિલ્લાવાસીઓ આશાસ્પદ બન્યા છે

મોડાસા શહેરમાં ટ્રાફિકની ઘટના નગરજનો અને રાહદારીઓ માટે માથાના દુખાવા રૂપ બની રહે છે ચાર રસ્તાથી બસ સ્ટેન્ડ,કોલેજ રોડ, બસ સ્ટેન્ડ પાછળ,માલપુર રોડ,મેઘરજ રોડ,ડીપ વિસ્તારોમાં ખડકાયેલા રહેતા પેસેન્જર વાહનો,વાહનચાલકોને આડેધડ પાર્કિંગ અને રાજમાર્ગો પર ખડકાયેલા લારીવાળા અને ફેરિયાવાળાઓ થી સર્જાતો ટ્રાફિક થી લોકો તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે ટ્રાફિક સર્જનાર પરિબળો સામે દંડનીય અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પ્રબળ બની છે જીલ્લા પોલીસતંત્રની શંકાના દાયરામાં આવેલી કામગીરી ની છાપ સુધારવામાં સફળતા મળશે કે નહિ .. સહીત જીલ્લા પોલીસતંત્રમાં ફરજબજાવતા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની સ્થાનિક બુટલેગરો અને આંતરરાજ્ય બુટલેગરો સાથેની ચર્ચાતી ભાઈ બાંધી ખાળવામાં સફળ રહેશે કે નહિ…? જેવા યક્ષ પ્રશ્નો લોકોના મનમાં ઉદભવ્યા છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!