20 C
Ahmedabad
Friday, December 1, 2023

અરવલ્લી : રિટાયર્ડ ફાર્મસીસ્ટની વ્યથા રજા પગાર બિલ પાસ કરાવવા આરોગ્ય શાખાનો ક્લાર્ક લાંચ માંગતો હોવાનો આક્ષેપ,CDHOને અરજી


રિટાયર્ડ ફાર્મસીસ્ટનું પગાર બિલ અટવાતા આરોગ્ય શાખાના ક્લાર્ક સામે ગંભીર આક્ષેપ સાથે જીલ્લા કલેકટર અને DDOને લેખિત રજુઆત

Advertisement

અરવલ્લી જીલ્લામાં સરકારી, અર્ધ સરકારી કચેરીઓમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મીઓ ઉપરની આવક અરજદાર પાસેથી કઈ રીતે ઉલેચવી તેમાં જ રચ્યા પચ્યા રહેતા હોવાની બૂમો સતત ઉઠી રહી છે મોડાસા તાલુકાના સરડોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી રિટાયર્ડ થયેલ ફાર્મસીસ્ટનું રજા પગાર બિલ આરોગ્ય શાખાના ઇન્ચાર્જ ક્લાર્કે પૈસાની લેતી દેતી કરો તો જ અધિકારી સુધી પહોંચતું હોવાનો સનસનાટી ભર્યો આક્ષેપ કરતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો છે ઇન્ચાર્જ આરોગ્ય શાખાના ક્લાર્ક સામે અગાઉ એસીબીમાં પણ અરજી થઇ હોવાના ઉલ્લેખ સાથે જીલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજુઆત કરી છે

Advertisement

સરડોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ફાર્મસીસ્ટ તરીકે વય નિવૃત્ત થયેલ બી.એલ.પટેલે તેમની 300 રજાઓનું પગાર બિલ મંજુર કરવા બે વાર લેખિતમાં રજુઆત કરી છે છતાં મંજુર કરવામાં આવ્યું નથી જુલાઈ મહિનામાં તમામ અરવલ્લી જીલ્લા પંચાયતના તમામ આરોગ્ય કર્મીઓનું 130 દિવસનું પગાર બિલ મંજુર કર્યું છે ફક્ત મારુ પગાર બિલ અટકાવી રાખવામાં આવ્યું છે અને આરોગ્ય શાખાના ઇન્ચાર્જ ક્લાર્ક પૈસાનો વહેવાર ન કરો ત્યાં સુધી ઉચ્ચ અધિકારી સુધી પગાર બિલ મોકલવાના બદલે અટકાવી રાખતો હોવાનું અમને મૌખિક માહિતી મળી હોવાના આક્ષેપ સાથે જીલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજુઆત કરતા આરોગ્ય શાખામાં સમગ્ર પગાર બિલનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને પગાર બિલ સત્વરે નહીં ચુકવવામાં આવે તો ઉચ્ચ કચેરીએ રજુઆત કરવાની ફરજ પડશેની ચીમકી ઉચ્ચારી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!