ગુજરાતમાં સોનીના વેપારીઓ સાથે બંગાળી કારીગરો દ્વારા ઠગાઈના કિસ્સા અટકવાનું નામ નથી ત્યારે સોનાના દાગીના બનાવતા બંગાળી વેપારી સાથે તેના વતનના કારીગરે છેતરપિંડી કરી છે અરવલ્લી જીલ્લાના બાયડ શહેરમાં સોનાના દાગીના બનાવવાનું વર્ષોથી કામકાજ કરતા ભારે ચકચાર મચી છે સોનાના દાગીના બનાવનાર વેપારી પર આભ તૂટી પડ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે
બાયડ શહેરમાં પશ્ચિમ બંગાળનો સોનાના દાગીના બનાવનાર વેપારી છેલ્લા 33 વર્ષથી જવેલર્સ પાસેથી કાચું સોનુ મેળવી દાગીના બનાવવાનુ કામકાજ કરે છે તેના ત્યાં 13 દિવસ અગાઉ બંગાળનો એક નોકરી આવેલ કારીગરને દાગીના બનાવવા આપેલ 10.96 લાખનું 219 ગ્રામ સોનુ લઇ ફરાર થઇ જતા બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
પશ્ચિમ બંગાળના ચંપારૂઇ ગામના અને બાયડ શહેરમાં વર્ષોથી રહેતા રાયહાન ઉર્ફે તોતારામ મસીહાર તેમના સાળા સાથે સોનાના દાગીના બનાવવાનું કામકાજ કરી જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે થોડા દિવસ અગાઉ કારીગરની જરૂર હોવાથી બંગાળી કારીગરની શોધખોળ હાથધરતા સંજુદાસ આકસદાસ (રહે,હલદર લાઈન બજાર,કલકત્તા)માં રહેતા કારીગરે નોકરી માટે સંપર્ક કરી નોકરી માટે બાયડ આવ્યો હતો સોનાના વેપારી સાથે રહેતા તેના સાળા અને સંજુદાસને બાયડના વેપારીઓએ દાગીના બનાવી આપવા આપેલ કાચું સોનુ 10.96 લાખનું કાચું સોનુ આપી કામકાજ અર્થે અમદાવાદ ગયા હતા તેમનો સાળો બપોરે ઘરે જમવા જતા સંજુદાસની સોના પર નજર બગડતા સોનુ લઇ ફરાર થઇ ગયો હતો વેપારીનો સાળો આવતા સંજુદાસ કરામત કરી ફરાર થઈ જતા રાયહાન ભાઈનો સંપર્ક કરતા તેઓ પણ પરત આવી ગયા હતા અને રેલવે સ્ટેશન અમદાવાદ અને વિવિધ બસમાં શોધખોળ હાથધરવા છતાં સંપર્ક નહિ થતા વેપારી આબાદ છેતરાતા બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે