શહેરા
હિન્દુ ધર્મમા પવિત્ર ગણવામા આવતા શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચુક્યો છે. શ્રાવણ એટલે શિવની ભક્તિ અને આરાધનાનો મહિનો શિવભક્તો શિવજી ભગવાનની ભક્તિમાં લીન થાય છે.શ્રાવણ મહિનામા શિવ પાર્થેશ્વર ચિંતામણિ મહા અનુષ્ઠાન કરવાનો વિશેષ મહિમાં છે. શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં સતત ચોથા વર્ષે શિવ પાર્થેશ્વર ચિંતામણિ અનુષ્ઠાન કરવામા આવી રહ્યુ છે.તેનો શિવભકતો લાભ લઈ રહ્યા છે. શ્રાવણ મહિનાની શરૂઆતના પહેલા દિવસથી શ્રાવણ મહિનાની અમાસ સુધી એક લાખ પચ્ચીસ હજાર માટીના નાના શિવલિંગ બનાવામા આવશે.જેમા રોજના ચાર હજાર પાચસો શિવલીંગ બનાવીને તેની પુજા અર્ચન કરવામા આવી રહ્યા છે. મરડેશ્વર દાદાના દર્શન કરતા કરતા શિવ પાર્થેશ્વર ના દર્શનનો લ્હાવો લેવાનુ ભક્તો ચુકતા નથી.
શ્રાવણ મહિનામાં શિવભક્તિનો વિશેષ મહિમા હોય છે. ભોળાનાથને રિઝવવા માટે ભાવિકો ઉપવાસ કરીને ફુલ,જળ,દુધ દહીના અભિષેકથી રિઝવીને આર્શિવાદ મેળવે છે.શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિરના પંટાગણમાં શિવ પાર્થેશ્વર ચિંતામણિની સ્થાપના કરવામા આવી છે. સતત ચોથા વર્ષે અનુષ્ઠાન કરવામા આવી રહ્યુ છે.શિવપાર્થેશ્વર ચિંતામણિ મહાઅનુષ્ઠાનનો મહિમા વર્ણવતા શાસ્ત્રી દિલીપભાઈ પંડ્યા જણાવે છે કે મરડેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવ પાર્થેશ્વર ચિંતામણિ મહા અનુષ્ઠાન થયુ.શ્રાવણ મહિનામા પુરા એક લાખ પચ્ચીસ હજાર માટીના શિવલિંગ બનાવામા આવશે.રોજના સાડાચાર હજાર શિવલિંગ બને છે.સવારે પ્રાતઃ પુજા કરવામા આવે છે.સાંજે સુર્યાસ્ત પહેલા તેને જળમાં વિસર્જીત કરવામા આવે છે. જીવમાત્રના કલ્યાણ માટે આ પુજા કરવામા આવે છે. આ પુજા કરવાથી દરેક પ્રકારના મનોરથ પુર્ણ થાય છે.વિવિધ પ્રકારના આકાર આપવામા આવે છે. શુક્રવારે તારાનો આકાર,શનિવારે ધનુષનો,રવિવારે સુર્યનો,સોમવારે નાગપાષ્ઠ,મંગળવારે ત્રિકોણ, બુધવારે કાચબાનો, ગુરૂવારે ચોરસ એમ વિવિધ રીતે આકાર આપવામા આવે છે. સાંજે સાયમ આરતી બાદ શિવલિંગને નદીમાં વિસર્જીત કરવામા આવે છે.આ મહાઅનુષ્ઠાનનો લાભ મોટી સંખ્યામા ભાવિકો લઈ રહ્યા છે. મરડેશ્વર મહાદેવના દર્શ કરવા આવતા શિવભક્તો શિવ પાર્થેશ્વરવા દર્શનો લહાવો લઈ રહ્યા છે