અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદ પરથી મોટા પ્રમાણમાં બુટલેગરો નાના-મોટા વાહનો મારફતે વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે શામળાજી પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવી 24 કલાકમાં ત્રણ જુદા-જુદા સ્થળ પરથી ત્રણ કારમાં ઠલવાતો 2.68 લાખના વિદેશી દારૂ સાથે ખેપિયાને દબોચી લીધો હતો પોલીસે 13.44 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે થોડા દિવસ અગાઉ શામળાજી પીએસઆઈ વી.વી.પટેલની બદલી કરી બાયડ પીએસઆઈ એસ.કે.દેસાઈને મુકવામાં આવ્યા છે શામળાજી પીએસઆઈ કે.એસ. દેસાઈએ સઘન પેટ્રોલિંગ હાથધરી બાતમીદારો સક્રિય કરી વિદેશી દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવી સતત કાર મારફતે ઠાલવતા દારૂ પર બ્રેક મારતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે
શામળાજી પોલીસે અંતરિયાળ વિસ્તારની બોબીમાતા બોર્ડર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથધરી વસાયા ગામની સીમમાંથી પસાર થતી ટોયેટો કારનો ફિલ્મીઢબે પીછો કરી ઓડ ધંધાસણ નજીક બુટલેગર કાર મૂકી રાત્રીના અંધારામાં ફરાર થઇ જતા કારમાંથી 1.08 લાખની 150 બોટલ સાથે રૂ.4.08લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો બોરનાલા નજીક શંકાસ્પદ ઇકો કારનો પીછો કરતા બુટલેગર કાર કાચા રસ્તા પર મૂકી ડુંગર પર ફરાર થતા ઇકો માંથી વિદેશી દારૂ,બિયર અને ક્વાટર નંગ-396 કીં.રૂ.88740/- સહીત કુલ રૂ.2.88 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસ કાર્યવાહી ચાલુ હતી ત્યારે વધુ એક બાતમી મળી હતી કે રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી સ્વીફ્ટ કાર અણસોલ તરફ આવી રહી છે પોલીસ સતર્ક બની સ્વીફ્ટ કારને અટકાવી તલાસી લેતા ગુપ્ત ખાનામાં સંતાડેલ રૂ.71 હજારની વિદેશી દારૂની બોટલ 96 સાથે બુટલેગર કાર ચાલક ચેતનસિંહ પ્રહલાદસિંહ રાઠોડ (રહે,સદાના મુવાડા, પ્રાંતિજ) ને દબોચી લઇ વિદેશી દારૂ,મોબાઈલ અને કાર મળી રૂ.5 .76 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂ ભરી આપનાર નરેશ ઉર્ફે નરેન્દ્દ રાવલ (રહે,ગાંધીનગર) અને અન્ય બંને કારના ખેપીયા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા