33 C
Ahmedabad
Saturday, May 18, 2024

પડતર પ્રશ્નોને લઈ અસહકાર ચળવળ અંતર્ગત વિજયનગર તાલુકાના વિક્રેતાઓનો સપ્ટેમ્બર 2023 નો જથ્થો નહીં ઉપાડવા મામલતદારને આવેદનપત્ર


 

Advertisement

 

Advertisement

રાજ્યના સસ્તા અનાજના વિક્રેતાઓ દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈ સપ્ટેમ્બર-૨૦૨૩નો જથ્થો નહિ ઉપાડી અસહકાર ચળવળના એલાનના ભાગરૂપે વિજયનગર તાલુકાના તમામ ડિલરોએ પણ આ ચળવળ માં જોડાઈને સપ્ટે.માસનો પુરવઠો નહી ઉપાડવા નિર્ણય લઈને આજરોજ આ અંગેનું આવેદનપત્ર વિજયનગર મામલતદારને આપ્યું હતું.
વિજયનગર તાલુકાના ફેર પ્રાઈઝ શોપ એસો.ના પ્રમુખ જયંતીભાઈ પારઘી અને વિજયભાઈ નિનામાની આગેવાનીમાં ડિલરો દ્વારા આજરોજ મામલતદાર માતંગકુમાર નિમાવતને આવેદન પત્ર રજૂ કરી સપ્ટેમ્બર.2023નો પુરવઠો વિતરણ માટે નહીં ઉપાડવા અંગેના નિર્ણય જાહર કર્યો હતો.

Advertisement

આવેદનમાં જણાવ્યા મુજબ રાજ્યભરમાં રેશન ડીલરોના પડતર પ્રશ્નો બાબતે રાજ્યના ફેર પ્રાઈઝ શોપએસોસિયેશન દ્વારા ઘણા લાંબા સમયથી સરકારમાં લેખિત અને મૌખિક રજૂઆતો સાથે અનેક બેઠકો કરવામાં આવ્યા પછી પડતર પ્રશ્નો અંગે ચોક્કસ નીતિ વિષયક સર્વ સંમતિ સધાઈ ગયા બાદ પુરવઠા વિભાગ પાસેથી દરખાસ્ત કરવાનું કમીટમેન્ કરવામાં આવ્યું હતું તેમ છતાં લાંબા સમયથી પડતર માંગણીઓ ની સતત ઉપેક્ષા થઈ રહી હોઈ અંતે મુખ્યમંત્રી ને પુરવઠા મંત્રીને રજૂઆતો કરાયાંબાદ પણ ઉકેલ નહિ મળતાં આ અસહકાર ચાલવળ નો નિર્ણય લઇ રાજયમાં સપ્ટે.2023નો પુરવઠા જથ્થો નહિ ઉપાડવા એસોસિએશને નિર્ણય લીધો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!