34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ધનસુરા પોલીસે માઝુમ નદીમાં વિસ્ફોટ કરી માછીમારી કરતા 4 શખ્સોને...

અરવલ્લી : ધનસુરા પોલીસે માઝુમ નદીમાં વિસ્ફોટ કરી માછીમારી કરતા 4 શખ્સોને દબોચી લીધા,અગાઉ એક યુવકનું મોત નીપજ્યું હતું 

0
107

 

અરવલ્લી જીલ્લામાં મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રની ઘોર નિંદ્રાના પગલે ડેમ વિસ્તાર અને નદીઓમાં ગેરકાયદેસર માછીમારી મોટા પ્રમાણમાં થઇ રહી છે જીલ્લામાં આવેલ જળાશયો અને નદી વિસ્તારમાં જીલેટીન ટોટાનો ગેરકાયદેસર બ્લાસ્ટ કરી માછીમારીનો ધંધો ફૂલોફાલ્યો ધનસુરાના મહાદેવપુરા ગામની સીમમાંથી પસાર થતી નદીમાં ગેરકાયદેસર ડિનોટર બ્લાસ્ટ કરી માછીમારી કરતા 4 શખ્સોને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

 

ધનસુરા પોલીસે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા મહાદેવપૂરા ગામ નજીક પસાર થતી માઝુમ નદીમાં કેટલાક લોકો જીલેટીન બ્લાસ્ટ કરી માછીમારી કરી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસ ટીમ માઝુમ નદીના કિનારે રેડ કરતા માછીમારી કરતા ચાર શખ્સો દોટ લગાવતા પોલીસે કોર્ડન કરી 1)બાબુ લક્ષ્મણ ઠાકોર,2)હનીફ દીનમહમ્મદ સીંધી,3)દશરથ અશોક નાયક (ત્રણે,રહે.વડાગામ-ધનસુરા) અને 4)આકાશ જવાનસિંહ રાઠોડ (રહે,મહાદેવપુરા-ધનસુરા) ને દબોચી લઇ પુછપરછ કરતા બોરવાઈ ગામના શખ્સ પાસેથી લાવ્યા હોવાની માહિતી મળતા પોલીસે જીલેટીન ટોટા નંગ-7 અને કેપ-3 મળી રૂ.380/- નો જથ્થો જપ્ત કરી તમામ આરોપીઓ સામે એક્સ્પ્લોઝીવ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી જીલેટીન ટોટા સપ્લાય કરનાર બોરવાઈના આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!