ધી મ. લા .ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા સંચાલિત શ્રી એમ. કે .શાહ (લાટીવાળા) સાયન્સ કોલેજમાં વક્તૃત્વ સ્પર્ધા અને વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ધી મ. લા .ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસાના ઉપપ્રમુખ સુભાષભાઈ શાહ ,નાયબ કલેક્ટર આર.એન.કુચારા અરવલ્લી, એડવાઇઝર ડૉ.એસ.ડી.વેદિયા આચાર્ય તુષારભાઈ ભાવસાર બી.બી.કોલેજ તેમજ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
વક્તૃત્વ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમે ખાંટ શ્રદ્ધા દ્વિતીય ક્રમે પરમાર આરતી.તૃતીય ક્રમે નીલ મહેતા,પટેલ એશા રહ્યા હતા.કેમ્પસ કૉ-ઓર્ડિનેટર ડૉ. સંતોષ દેવકર અને એચ.ઓ.ડી પ્રિયંકાબેન પટેલ તથા સ્ટાફ ધ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવા આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું એન્કરીંગ અધ્યાપક કલ્યાણીબેન પટેલ એ કર્યું હતું. સફળ આયોજન બદલ મંડળના પ્રમુખ નવીનચંદ્ર આર મોદી તથા ઉપપ્રમુખ સુભાષભાઈ શાહ એ અભિનંદન પાઠવ્યા હતાં.