DY. SP કે.જે.ચૌધરીએ અમદાવાદનું દંપતી પૈસાની જરૂર હોવાથી બંટી-બબલી બની ત્રણ દિવસમાં 1 લાખથી વધુના મોબાઈલ તફડાવ્યા હોવાનું કહ્યું
Advertisement
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં બંટી-બબલી ગેંગ મોપેડ પર સમડીની ઝડપે ત્રાટકી નાઈટ વોક પર નીકળેલ લોકોના હાથમાંથી મોબાઈલની તફડંચી કરી ફરાર થઇ જતા વોકિંગ કરતા લોકોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો હતો ત્રણ દિવસમાં 6 મોબાઈલ સ્નેચીંગની ઘટનાના પગલે ટાઉન પોલીસ દોડતી થઇ હતી શહેરના માર્ગ પર લાગેલ નેત્રમ કેમેરા અને અન્ય સીસીટીવી કેમેરાનું એનાલિસિસ કરી મોડાસા લિઓ પોલીસ ચોકી નજીક ઉભેલ બંટી-બબલી ગેંગ વધુ કોઈ રાહદારીને નિશાન બનાવે તે પહેલા ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા અમદાવાદની બંટી-બબલી ગેંગ મોડાસાના સનસીટી ગેસ્ટ હાઉસમાં રહી રાત્રે મોબાઈલ ચોરીને અંજામ આપતી હતી
મોડાસા ટાઉન પોલીસે શહેરમાં નાઈટ વોકમાં નીકળતા લોકોના હાથમાંથી મોબાઈલ ઝુંટવી મોપેડ પર ફરાર થઇ જતા યુવક-યુવતીને ઝડપી પાડવા નેત્રમ સીસીટીવી અને અન્ય સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરતા નંબર વગરના મોપેડ પર દંપતિ મોબાઈલ તફડંચી કરતા હોવાનું જણાઈ આવતા બાતમીદારો સક્રિય કરી બંટી-બબલી ગેંગને લિઓ પોલીસ ચોકી નજીકથી ઝડપી લીધી હતી જેમાં ચોંકવનાર ખુલાસા થયા હતા અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતો અયાન અનીસમિયાં પઠાણ અને તેની પત્ની ચાંદની અમરુદ્દીન શેખ દંપતી ઘૃહકંકાસના પગલે ઘર છોડી નીકળી ગયું હતું યુવક અગાઉ મોડાસામાં શાકભાજી વેચાણ કરતો હોવાથી મોડાસા શહેરમાં સનસીટી ગેસ્ટહાઉસમાં છેલ્લા ત્રણ દિવસથી રોકાણ કરી રાત્રીના સુમારે મોપેડ પર મોબાઈલ સ્નેચિંગ કરતુ હતું અને ત્રણ દિવસમાં રાત્રીના સુમારે 6 નાઈટ વોક કરતા લોકોને નિશાન બનાવ્યા હતા ટાઉન પોલીસે 1.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગણતરીના દિવસોમાં ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અયાન શેખ સામે અમદાવાદ માં અગાઉ મારામારીના ગુન્હા પણ નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું