અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલે જીલ્લાના માર્ગ પરથી ઠલવાતા વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા અને જીલ્લામાં ચાલતા દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ પર શખ્ત કાર્યવાહીના આદેશના પગલે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે શામળાજી પોલીસે 48 કલાકમાં 5 કારમાંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લીધો છે જેમાં છેલ્લા 12 કલાકમાં વેગનઆર કાર અને ઝાયલો કારમાંથી 1.68 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી બે બુટલેગરોને ઝડપી લીધા હતા
શામળાજી પોલીસ રતનપુર ચેકપોસ્ટ અને અંતરિયાળ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથધરી બુટલેગરોની વિવિધ વાહનો મારફતે દારૂ ઘુસાડવાના પ્રયત્નોને નિષ્ફ્ળ બનાવી રહી છે પોલીસે દહેગામડા નજીક પેટ્રોલિંગ જોઈ વિદેશી દારૂ ભરેલી વેગનઆર કારના ચાલકે કાર અચાનક રિવર્સ લઇ રાજસ્થાન તરફ હંકારી મુકતા પોલીસે જીપમાં પીછો કરતા બુટલેગર ફાંફે ચઢતા લૂસડિયા રેલવે ટ્રેક નજીક કાર મૂકી અંધારામાં ફરાર થઇ જતા પોલીસે બિનવારસી કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-276 કીં.રૂ.138000/- અને કાર મળી કુલ રૂ.6.38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અન્ય એક કિસ્સામાં રતનપુર ચેકપોસ્ટ પર વાહનોનું ચેકીંગ હાથધરતા શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી ઝાયલો ગાડીને અટકાવી તલાસી લેતા વચ્ચેની સીટમાં ગુપ્તખાનું બનાવી સંતાડેલ વિદેશી દારૂના પાઉચ નંગ-398 કીં.રૂ.29850/-, મોબાઈલ, ગાડી મળી રૂ.4.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 1)જીતેન્દ્ર દેવીલાલ પાલીવાલ અને 2)દિપક પપ્પુલ્લા બલાઇ (રહે,રાજસ્થાન) ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ ઝાયલોમાં દારૂ ભરી આપનાર રાજસ્થાન ખેરાણના બુટલેગર લાલસિંહ દલીનસીંહ ચંદાણા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા