મોડાસા શહેરમાં બિલાડીની ટોપની માફક ફૂટી નીકળેલ સ્પાની હાટડીઓમાં મસાજના નામે દેહવેપાર થતો હોવાની ચર્ચા
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમને જીલ્લામાં આવેલ ગેસ્ટ હાઉસ અને મસાજ પાર્લરમાં ચાલતા ગેરકાયદેસર દેહવેપારના વેપલાના ચક્રવ્યૂહ ને ભેદવા કમરકસી છે બાયડ શહેરના ધનસુરા રોડ પર આવેલા હોટલ વિનાયક ગેસ્ટ હાઉસમાં એસઓજી ટીમે ત્રાટકી દેહવેપાર માટે ગાંધી રાખેલ બે રૂપલલના સાથે ગેસ્ટ હાઉસનું સંચાલન કરતા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવતા અન્ય ગેસ્ટહાઉસમાં ચાલતા ગોરખધંધા ટપોટપ શટર પડી ગયા હતા ગેસ્ટ હાઉસના સંચાલકો ગ્રાહક પાસેથી 700 ખંખેરી રૂપલલનાને 500 રૂપિયા અને રૂમના 200 રૂપિયા તેમની પાસે રાખતા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી એસઓજી પોલીસને બાયડ શહેરના ધનસુરા રોડ પર આવેલ કેનરા બેંકની ઉપર હોટલ વિનાયક ગેસ્ટ હાઉસમાં બહારથી રૂપલલનાઓ લાવી ગેરકાયદેસર કુટણખાણુ ધમધમતું હોવાની બાતમી મળતા એસઓજી ટીમે ગેસ્ટ હાઉસમાં ત્રાટકી રૂમો ચેક કરતા બે રૂમની અંદર બે રૂપલલનાઓ મળી આવતા ગેસ્ટ હાઉસમાં મહિલાનું શોષણ કરી ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃતિનો પર્દાફાશ થતા એસઓજી પોલીસે ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર દેહવેપારનો વેપલો કરતા
રાજસ્થાનના અને હાલ ગેસ્ટહાઉસમાં રહેતા 1)શંકરસિંહ હિંમતસિંહ રાજપૂત,2)પન્નાલાલ નાનજી અહારી અને 3) ગાંજી હીરાજી પટેલને દબોચી લઈ તેમની પાસેથી મોબાઈલ અને રોકડ રકમ રૂ.27 હજારથી વધુની જપ્ત કરી ત્રણેને જેલના સળિયા પાછળ ધકેલી દઈ હોટલના માલિક ખુમાનસિંહ શંભુસિંહ રાવ (ભટવારા, સલુમ્બર-રાજસ્થાન) વિરુદ્ધ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા