27.3 C
Gujarat
Friday, August 21, 2026
Home ગુજરાત અરવલ્લી : જીલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત રજૂ થયેલ 11 પ્રશ્નોનો...

અરવલ્લી : જીલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત રજૂ થયેલ 11 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ થતા આરજદારોમાં આનંદ

0
150

અરવલ્લી જીલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકના અઘ્યક્ષસ્થાને ગુરુવારે યોજાયેલ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ૧૪ અરજદારોના પ્રશ્નો પૈકી ૧૧ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો
દર મહિનાના ચોથા ગુરુવારે સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવે છે જે પ્રશ્નોનું આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદાર નાગરિકો અને સંબંધિત અધિકારીઓની હાજરીમાં સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવે છે.

અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો.જેમાં જિલ્લાના અરજદાર દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા,કલેકટર દ્વારા જિલ્લા સ્વાગત અંતગર્ત જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત અરજદારોના વણઉકલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિગતે ચર્ચા કરી અરજદારોના પ્રશ્નોનું ઝડપથી અને સમયમર્યાદામાં નિરાકરણ કરવા માટે સૂચના આપી. આમ, જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અતર્ગત ૧૪ પૈકી ૧૧ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક, જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા, નિવાસી અધિક કલેક્ટર એન.ડી. પરમાર, DRDA ડાયરેક્ટર આર. એન. કુચારા તેમજ અન્ય સબંધિત વિભાગના અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!