મહારાષ્ટ્રના લાતુરમાં રહેતા સાયબર ગઠિયો Instagram પર ઓનલાઇન ટ્રેડિંગની Reel બનાવી શીખવડાવના બહાને ઠગતો હતો
અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ ટીમે મોડાસા શહેરના યુવક પાસેથી ઓનલાઈન શેરબજાર ટ્રેડિંગ શીખવવાના બહાને ઓનલાઈન ઠગાઈના ગુન્હાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખી મહારાષ્ટ્રના લાતુરમાં રહેતા સાયબર ચોરને 1.86 લાખથી વધુના મુદ્દામાલ સાથે લાતુરમાંથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
મોડાસા શહેરના મેઘરજ રોડ પર રહેતા રોમીલ પ્રદીપભાઈ કંસારા નામના યુવકે ઇન્સ્ટાગ્રામ પર ઓનલાઈન શેરબજાર ટ્રેડિંગ શીખવા માટે મુકેલી રીલ પર આપેલ નંબર પર સંપર્ક કરતા મહારાષ્ટ્રના લાતુરમાં રહેતા રીલ બનાવનાર શુભમ કપનુંરે નામના સાયબર ગઠિયાએ ઝૂમ એપ્લિકેશન મારફતે રોમીલ કંસારાને વિશ્વાસમાં લીધો હતો અને શીખવા માટે 4 હજાર રૂપિયા ગુગલ પે મારફતે લીધા પછી શિકાર જાળમાં સપડાઈ જતા સાયબર ગઠીયાએ ક્રેડિટ કાર્ડની લિમિટ ચેક કરવાના બહાને વોટ્સઅપ પર ક્રેડિટ કાર્ડનો ફોટો મંગાવી યુવક પાસેથી ઓટીપી માંગતા યુવકે ઓટીપી આપતાની સાથે રૂ.157192/-ઉપાડી લેતા ઓનલાઈન શેરબજાર ટ્રેડિંગ શીખવા જતા ઓનલાઈન ઠગાઈનો ભોગ બનતા ચોંકી ઉઠ્યો હતો આ અંગે સાયબર ક્રાઈમમાં ગુન્હો નોંધાવતા સાયબર ક્રાઈમ ટીમે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો
અરવલ્લી સાયબર ક્રાઈમ ટીમે મહારાષ્ટ્રના લાતુરમાં ધામા નાખી સાયબર ગઠિયા શુભમ કપનુંરેને દબોચી લઈ તેની પાસેથી એપલ કંપનીનું લેપટોપ, બે મોબાઈલ અને રોકડ રકમ તેમજ અલગ-અલગ કંપનીના ક્રેડિટ કાર્ડ-13,સીમકાર્ડ-3 અને ડેબિટ કાર્ડ મળી કુલ.રૂ.1.86 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી